
વિસનગરમાં આદર્શ વિદ્યાલય ખાતે સ્નેહમિલન કાર્યકમમાં પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું
વિસનગરમાં અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયના 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આદર્શ વિદ્યાલય હોલ ખાતે અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રબુદ્બ નાગરિક સ્નેહમિલન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે વિસનગરના ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકમમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોનુ સન્માન કરવામાં આવ્યું હતું.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયને 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સ્નેહમિલન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો એક જગ્યા પર ભેગા થાય અને એકબીજા સાથે સવાંદ કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદર્શ વિદ્યાલય દ્વારા શહેરના તમામ પ્રબુદ્ધ નાગરીકોનું શાલ, પુષ્પગુચ્છ અને મોમેંટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યકમમાં સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, મુખ્ય મહેમાન તરીકે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, બ્લડ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર, જી.ડી.હાઇસ્કૂલના પૂર્વ આચાર્ય દશરથ પટેલ, અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ કાનજી ચૌધરી, આદર્શ વિદ્યાલયના આચાર્ય દિનેશ ચૌધરી સહિત હાજર રહ્યા હતા.