
વિસનગરના તરભ ગામની કેનાલમાંથી અજાણી મહિલાની લાશ મળી
વિસનગર તાલુકાના તરભ ગામની સીમમાં પાણીની કેનાલમાં અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં મહિલાની લાશ અંગેની જાણ તાલુકા પોલીસને કરતા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતની નોંધ કરી ઓળખ માટેની તપાસ હાથ ધરી છે.તાલુકાના તરભ ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાંથી આજે તારીખ 02/11/2023ના રોજ અજાણી મહિલાની લાશ મળી આવી હતી. જેમાં લાશ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢી હતી. જેમાં મહિલાની ઉંમર 18થી 22 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું.
તેમજ મહિલાના શરીરે કેશરી કલરનો ડ્રેસ પહેરેલો છે. જેમાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરી મૃતક મહિલાની લાશનો વાલીવારસ મળી આવે તો તાલુકા પોલીસ મથકનો સંપર્ક કરવા માટે જણાવાયું છે. જેથી પોલીસે ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.