કડીની ધરતી સીટી પાસે ડિવાઈડર ઉપર કન્ટેનર ચડી જતા પલટી ખાઈ ગયું; આધેડને બંને પગે ફ્રેક્ચર, પતિ પત્નીને ઇજાઓ

મહેસાણા
મહેસાણા

કડીના ધરતી સીટી પાસે દેત્રોજ રોડ તરફ જતું કન્ટેનર ડિવાઇડર ઉપર ચડી જતા કન્ટેનર પલટી ખાઈ ગયું હતું. જ્યાં 3 લોકોને ઈજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઘટનાની જાણ પોલીસને થતા કડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી કરી હતી અને સદનસીબે મોટી જાનહાની ટળી હતી. જ્યાં અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

કડી શહેરની ભાગ્યોદય હોસ્પિટલ પાછળ આવેલી ધરતી સીટી પાસે કન્ટેનર પલટી ખાઈ જતા અફડા તફડી મચી જવા પામી હતી. ભાગ્યોદય હોસ્પિટલ તરફથી આવી રહેલું કન્ટેનર ધરતી સીટી સોસાયટીના વળાંકમાં પાછળનું ટાયર ડિવાઈડર ઉપર ચડી ગયું હતું અને કન્ટેનર પલટી ખાઈ ગયું હતું. જ્યાં કન્ટેનરની પાછળ આવી રહેલ બાઈકના ચાલક પણ રોડ પર પકડાયા હતા. જ્યાં બાઈકનું ટાયર કન્ટેનરની નીચે આવી ગયું હતું. જ્યાં સદનસીબે કન્ટેનર પલટી ખાઈ જતા મોટી જાનહાની ટળી હતી. અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી.

કડી શહેરના ભાગ્યોદય હોસ્પિટલની પાછળ આવેલ ધરતી સીટી પાસે રોડના વળાંકમાં કન્ટેનરનું પાછળના બંને વીલ અચાનક જ ડિવાઈડર ઉપર ચડી ગયા હતા અને કન્ટેનર પલટી ખાઈ ગયું હતું. જ્યાં 3 લોકોને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને કડી પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં ઘટનાસ્થળે પોલીસ આવી પહોંચી હતી અને ઘટતી કાર્યવાહી કરી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

કડીની ભાગ્યોદય હોસ્પિટલની પાછળ આવેલી ધરતી સીટી સોસાયટીના વળાંકમાં અચાનક જ કન્ટેનર ડિવાઇડર ઉપર ચડી જતા કન્ટેનર પલટી ખાઈ ગયું હતું. જેમાં શિક્ષક પ્રવીણ ગજ્જર તેમજ તેમના પત્ની નીતાબેન બજારની અંદર કામકાજ પતાવીને પોતાના ઘરે જઈ રહ્યા હતા અને કન્ટેનરની પાછળ હતા. જે દરમિયાન પલટી ખાઈ જતા તેમનું બાઈક કન્ટેનરની નીચે આવી ગયું હતું અને બંને દંપતીને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. જ્યાં મિલની ચાલીમાં રહેતા ઈશ્વર ઠાકોર કે પોતે નોકરી ઉપરથી પોતાના ઘરે ચાલતા જઈ રહ્યા હતા. જે દરમિયાન કન્ટેનર પલટી ખાઈ જતા તેઓ દોડ્યા હતા, પરંતુ તેમને કન્ટેનર પડવાથી બંને પગ કન્ટેનરની નીચે આવી ગયા હતા. ત્રણે જણાને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.