ઊંઝાના કામલીમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર જ બિસ્માર હાલતમાં
ઊંઝા તાલુકાના કામલી ગામમાં થોડા સમય પહેલા જ સામુહિક આરોગ્ય કેન્દ્રની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ દવાખાનામાં સ્ટાફ પૂરતો નથી. જેને લઈને દર્દીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. કામલીના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હાલમાં બ્લડ પ્રેશર માપવા માટે મશીન ઉપલબ્ધ નથી અને જે મશીન હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે એ પણ ખરાબ છે.
કામલીમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આજે એક સ્થાનિક અસ્વસ્થતા અનુવતા પોતાનું બ્લડ પ્રેશર ચેક કરાવવા માટે આવ્યા હતા, પરંતુ ત્યાં બીપી માપવાનું મશીન ખરાબ હોવાના લીધે તેમને પરત ફરવું પડ્યું હતું.