
કડીના આદુન્દ્રા ગામે કેબિનેટ મંત્રીએ સરકારી કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યુ
સામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે સરકારી કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું હતું. રૂા.5.67 કરોડ રૂપિયાના ખર્ચે મહેસાણાના કડી તાલુકાના આદુન્દ્રા ખાતે બનનારા સરકારી કુમાર છાત્રાલયથી મહેસાણા જિલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિધાર્થીઓને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે વિનામૂલ્યે રહેવા જમવાની સહિતની સગવડ મળશે. તેમજ રમત ગમતના સાધનો, સામાયિકો વગેરે સરકાર દ્વારા પુરા પાડવામાં આવનાર છે.કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરીયા સાથે સાંસદ શારદા પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ધારાસભ્ય કરશન સોલંકી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન અરુણા પરમાર, મહેસાણા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદ પટેલ, માર્કેટ યાર્ડ ડિરેક્ટર રમેશ પટેલ કડી તાલુકા પંચાયત પ્રમુખ કવિતા પટેલ, તાલુકા ન્યાય સમિતિના ચેરમેન ભગવતી ચાવડા, અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક રચિત રાજ, સંયુક્ત નિયામક આર.બી. ખેર, નાયબ નિયામક કે.જી. રૂપારેલીયા, જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ અધિકારી મહેસાણા ડી.ડી .નાયક, સમાજ સુરક્ષા અધિકારી મહેસાણા આરતી બોરીચા, ગામના અગ્રણીઓ, ગ્રામજનો તેમજ કચેરીના કર્મયોગીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રૂા.5.67 કરોડ રૂપિયાના ખર્ચે મહેસાણા જિલ્લાના કડા તાલુકાના આદુન્દ્રા ખાતે સરકારી કુમાર છાત્રાલય માટે બાંધકામ થનાર છે. 100 વિદ્યાર્થીઓ માટે રહેવાની સંપૂર્ણ સગવડ કુલ – 23 રૂમો વિદ્યાર્થીઓના રહેવા માટે તેમજ રસોડુ, ડાઇનીંગ હોલ, વીઝીટર રૂમ, વોર્ડન રૂમ, સ્ટોરરૂમ, કોમ્પ્યૂટર રૂમ વગેરેની સગવડ, આંતરિક રસ્તાઓ સિમેન્ટ ક્રોન્ક્રીટના, પાણી માટે બોરવેલ, છાત્રાલયની ફરતે કમ્પાઉન્ડ વોલ, વાહન પાર્કિંગ માટે સ્ટેન્ડ, ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ 1021.90 ચો.મીટર, ફર્સ્ટ ફલોરનું બાંધકામ 964.90 ચો.મીટર, ત્રીજા ફ્લોરનું બાંધકામ 404.00 ચો.મીટર ટેરેસનું બાંધકામ 27.10 ચો.મીટર રહેશે. તેમજ આર.સી.સી.ફ્રેમ સ્ટ્રક્ચર, ભૂકંપપ્રુફ બાંધકામ બનશે. ફ્લશડોરના દરવાજા, કોટાસ્ટોન ફ્લોરીંગ (રૂમોમાં) બાથરૂમમાં ગ્લેઝ ટાઇલ્સ સાથેનું બાંધકામ થશે.છાત્રાલયના વિદ્યાર્થીઓ તેમજ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીનું ક્વાર્ટરની તથા સીક્યુરીટી રૂમ જેવી આધુનિક સગવડ કરવામાં આવનાર છે.