
મુંબઈમાં 1 કરોડ 40 લાખની કિંમતના સોનાના કોઈનની ચોરી કરનાર આરોપી મહેસાણાથી ઝડપાયો
મુંબઈના લોકમાન્ય તિલક માર્ગ પોલીસમાં નોંધાયેલા 1 કરોડ 40 લાખના સોનાના કોઈનના ચોરીના ગુન્હામાં સડોવાયેલ ફરાર આરોપી રમેશ ચૌધરી મહેસાણા ઊંઝા હાઇવે પર આવેલ હોટેલ ખાતેથી બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો હતો.મહેસાણા એલસીબી ટીમના માણસોને બાતમી મળી હતી કે મહેસાણા ઊંઝા હાઇવે પર દર્શન હોટેલ નજીક એક શંકાસ્પદ ઈસમ ઉભેલ છે બાતમી મળતા એલસીબી ટિમ હોટેલ પાસે જઈ રાજસ્થાનના સિરોહી જિલ્લાના ખાખરવાડા ગામના રમેશકુમાર ચૌધરીને ઝડપી લીધો હતો
તપાસ દરમિયાન ઝડપયેલ આરોપી આજથી બે માસ અગાઉ મુંબઈ ખાતે ઠાકુર દ્વાર રાધા નિવાસ ત્રણ મજલા ખાતે સોનાના કોઈન બનાવવાની ફેકટરી રિદ્ધિ સિદ્ધિ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી સોનાના અલગ અલગ ગ્રામના કોઈનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.સમગ્ર મામલે મહેસાણા એલસીબી ટીમે મુંબઈ શહેર પોલીસને સમ્પર્ક કરીને તપાસ કરતા આ આરોપી ચોરી કેસમાં તેના સામે લોક માન્ય તિલક માર્ગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું હતું.સમગ્ર કેસમાં મહેસાણા એલસીબી ટીમે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી માટે મહેસાણા બી ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.