મહેસાણાના બોરીયાવી ખાતે સૈનિક સ્કૂલનું ખાત મુર્હુત કરાયું
દૂધસાગર ડેરી દ્વારા મહેસાણા થી 11 કિલોમીટર દૂર બોરીયાવી ગામે 75 કરોડના ખર્ચે 11 એકર જમીનમાં મોતીભાઈ ર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલ નું નિર્માણ કરવામાં આવનાર છે.સમગ્ર ભારતમાં કોઈ સહકારી સંસ્થા દ્વારા સંચાલિત આ પ્રથમ સૈનિક સ્કૂલ છે.જેનું આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતમા મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલના હસ્તે ખાત મુર્હુત કરવામાં આવ્યું છે.
વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા અમિત શાહે કહ્યું કે હુતો માણસા માં જન્મ્યો માણસમાં મોટો થયો મોતી બાપુને કામ કરતા મેં નાનપણમાં નજીકથી જોયા છે.સાર્વજનિક જીવનમાં આદર્શ કાર્યકર્તા કેવો હોય એનું વ્યક્તિત્વ જમીન પર જોવું હોય તો મોતીભાઈ ચૌધરીના જીવનને સમજવું જોઈએ .અનેકવાર મારા બાપુજી જોડે ગ્રામ ભારતી માં ગયો હોઉં ત્યારે પોતાના કપડાં જાતે ધોતા મોતી ભાઈ ને મેં અનેકવાર જોયા છે.આવતો મોટો જણ જ્યારે ધોતિયું અને બંડી પહેરીને પંખા વગરની રૂમમાં બેસી લોકોની સમસ્યા સાંભળતા હોય ત્યારે લોક પ્રતિનિધીએ કઇ રીતે જન સમ્પર્ક કરવો જોઈએ એનો આદર્શ એ જમાનામાં મોતી ભાઈ એ ઉભો કર્યો હતો.કટોકટી સામેની લડાઈ હોય ગુજરાત ની સહકારીતા આંદોલન ની ગતિ આપવાની હોય.માનસિંહ ભાઈ ના આકસ્મિક અવસાન પછી માનસિંહ ભાઈ પછી કોણ ત્યારે વિકટ પ્રશ્ન તેનો મહેસાણા જિલ્લાના પશુ પાલકોમાં ઉભો થયો.એ દરમિયાન મોતી ભાઈએ ચુપચાપ બોલ્યા વિના શુન્ય અવકાશ ને પુરવાનું કામ મોતી કાકાએ કર્યું હતું.તેઓએ 30 વર્ષ સુધી બિન વિવાદાસ્પદ રીતે સૌને સાથે રાખી ગાંધીનગર ના પશુ પાલકો અને વીસેસ કરી ગાંધીનગર જિલ્લા ની ચૌધરી સમાજની બહેનોને તેઓની આજીવિકા જીવા દોરી સમાન આ દૂધ સાગર ડેરીનાનામની કલ્પનાને ચર્ચા કરી દૂધનો સાગર મહેસાણા થી દિલ્હી સુધી વહન નું કામ મોતી કાકાએ કર્યું છે.મહેસાણા, સાબરકાંઠા આ ત્રણે જિલ્લાઓ માં ઉત્તર ગુજરાતમાં દૂધ ઉત્પાદન નો મોટો યજ્ઞ ચાલુ કરવાનું કામ જે ચાલુ થયું એમ મોતી ભાઈનો મોટો સિંહ ફાળો છે.રાજ્યના PWD મંત્રી રહ્યા ,મહેસાણા ના સાંસદ સભ્ય રહ્યા,માણસ ના ધારાસભ્ય રહ્યા,પરંતુ ક્યાંય પણ અહંકારનો છાટોય ન મળ્યો તેવી જીવન મોતી કાકા જીવ્યા, મોતી ભાઈ ના નામ સાથે જોડાયેલી સૈનિક સ્કૂલ ન કેવળ ઉત્તર ગુજરાત સમગ્ર દેશ અને ગુજરાત ના બાળકો માટે સેનામાં જવાનો સુલભ અને સરળ રસ્તો થવાનો છે. દેશમાં 100 સૈનિક સ્કૂલો હોવી જોઈએ નવી સ્કૂલો સ્થાપવાનો સંકલ્પ કર્યો અને PPP મોડેલ પર આ સ્કૂલ હોવી જોઈએ તેમની અપીલ ને માન આપી અશોકભાઈ એ આજે 20મી PPP મોડેલની સૈનિક સ્કૂલનું ભૂમિપૂજન કર્યું છે.