યુજીવીસીએલના ટેક્નિકલ કર્મચારીઓએ 11 પડતર માગણીઓને લઈ મહેસાણામાં ધરણા યોજ્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણા યુ.જી.વી.સી.એલ કચેરી બહાર આજે ગુજરાત એનર્જી એમ્પ્લોઇઝ ટેક્નિકલ એસોસિએશન દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા.જેમાં UGVCLમાં આવતા વર્ગ 3 અને 4 ના ટેક્નિકલ કર્મચારીઓની માંગોને લઇ ગાંધી ચીંધ્યા માર્ગ આજ ધરણામાં જોડાયા હતા.જેમાં વિવિધ જિલ્લામાં રહેલા ટેક્નિકલ કર્મચારીઓ ધરણામાં જોડાયા હતા.મહેસાણા શહેરમાં આવેલા યુ જી વી સી એલ કચેરી ખાતે આજે ગુજરાત એનર્જી એમ્પ્લોઇઝ ટેકનિકલ એસોસીએશન ગોતા દ્વારા વર્ગ ત્રણ અને ચારના ટેકનિકલ કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે આજે ગાંધી ચીંધ્યા માર્ગે ભુખ હડતાળ યોજવામાં આવી હતી. અગાઉ ટેકનિકલ કર્મચારીઓ ના પ્રશ્નોના નિરાકરણ માટે ડીઓપી સત્તા સર્કલના અધિક્ષક ઇજનેરને રજૂઆત કરવા છતાં પણ કર્મચારીના પોતાના પ્રશ્નનો નિરાકરણ આવતા ના હોય તેથી જસદણ કાર્યાલય ખાતે લેખીત રજૂઆત કરવામાં આવી હતી.જોકે આજે મહેસાણા યુ.જી.વી.સી.એલ કચેરી બહાર ટેક્નિકલ કર્મચારીઓ ભુખ ધરણા પર બેસ્યા હતા.આ દરમિયાન પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. બાદમાં ટેક્નિકલ કર્મચારીઓ પોતાન લીડર સાથે યુ.જી.વી.સી.એલના મુખ્ય અધિકારીને આ મામલે રજુઆત કરવા પહોંચ્યા હતા.જ્યાં અધિકારી હાજર ન હોવાથી 29 તારીખ સુધી હડતાળ ન યોજવા સૂચના આપવામાં આવતા ટેક્નિકલ કર્મચારીઓ એ બપોરે હળતાળ સમેટી લીધી હતી.

(1) ગીતા યુનિયનને માન્યતા પ્રાપ્ત પત્ર આપવો વર્ષ 2022 અન્વયે એફિડેવિટ તથા સંમતિપત્રો ગણતરીમાં લેવામાં આવે કુલ સભ્યો 1608 (2) માન્યતા વર્ષમાં ચેક ઓફ પરિપત્રનું ઉલ્લંઘન કરનાર ઓફિસ સ્ટાફ પર શિસ્તભંગના પગલાં લેવા અને જવાબદાર અધિકારી કર્મચારીના પગારમાંથી કપાત કરી લવાઝમ પેઢીનું વર્તન ગીતા બેંક એકાઉન્ટ ખાતામાં વળતર પેટે જમા કરાવવું (3) વર્ગ ત્રણ અને ચારના ટેકનિકલ કર્મચારીઓને ફોલ્ટ સેન્ટર ની અંદરની આધુનિક સુવિધાઓ આપવામાં આવે તેમ જ કામગીરી માટે જરૂરી સાધન સામગ્રી ટુલ્સ વાહન આપવામાં આવે ફોલ્ડર સેન્ટરમાં કોમ્પ્યુટર ઈ ઊર્જા કનેક્ટિવિટી સાથે ઉપલબ્ધ કરવો તેમ જ ટેકનીકલ કર્મચારીઓને ગુજરાતી ભાષામાં પરિપત્ર ઓર્ડર ની નકલો ગુજરાતી ભાષામાં આપવ (4) સર્વિસ રેગ્યુલેશન એસ આર એસી માં દર્શાવેલ મુજબ આઠ કલાક નક્કી કરવા તેમજ વિલેજ પ્રથા નો કોઈ પરિપત્ર નથી થતા પણ વિલેજમાં ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટને ફરજિયાત વિલેજ ફરવામાં આવે છે કર્મચારીને ત્રણથી ચાર ગામડા સ્વપ્નમાં આવે છે તેમજ ટેકનીકલ કર્મચારી પાસે વીજ પુરવઠો સમારકામ સહિત 45 પ્રકારની કામગીરી લેવામાં આવે છે જે વધારાની કામગીરી લેવામાં આવે છે તે બાબતે કોઈ આર્થિક લાભ આપવામાં આવતા નથી (5) ટેકનિકલ કર્મચારીઓને ઇમર્જન્સી અને આવશ્યક સેવાના નિયમથી જાહેર તહેવાર રજા બીજો અને ચોથો શનિવાર નિમિત તેની કામગીરીમાં રજા બાબતનો આર્થિક લાભ આપો (6) એચ આર વિભાગ ના કર્મચારીઓની એક જગ્યા પરથી અન્ય જગ્યા ઉપર બદલી કરવા આવે જેથી ગેરરીતી અને કૌભાંડ અટકે મળી કુલ 11 માંગો સાથ ધરણા યોજવામાં આવી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.