કડીમાંકાજલ મહેરીયા સામે કાર્યવાહી કરો: રાષ્ટ્ર હિત ચિંતક સમિતિ

ગુજરાત
ગુજરાત

લોકગાયિકા કાજલ મહેરીયા વિરૂધ્ધ કડી મામલતદારને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરાઇ છે. ગત દિવસે મોઢેરા ખાતે અંગત ઝઘડામાં કાજલ મહેરીયાએ દેવી-માતાજી સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોવાનું જણાવી કડીની રાષ્ટ્ર હિત ચિંતક સમિતિના સભ્યોએ મામલતદારને આવેદનપત્ર આપ્યુ છે. કાજલ મહેરીયાનો દેવી-માતાજી વિશે અભદ્ર ભાષામાં બોલતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. જોકે બાદમાં કાજલ મહેરીયાએ આ બાબતે માફી પણ માંગી હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે.

મહેસાણા જીલ્લાના કડીમાં આજે રાષ્ટ્ર હિત ચિંતક સમિતિ દ્રારા મામલતદારને કાજલ મહેરીયા વિરૂધ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં ગત દિવસો મોઢેરા ખાતે કાજલ મહેરીયા પર હુમલો થવાની ફરીયાદ મોઢેરા પોલીસ સ્ટેશને નોંધાયેલી છે. જોકે આ દરમ્યાન બબાલ વખતે કાજલ મહેરીયા દેવી-માતાજી માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જે બાબત હિન્દુ સમાજમાં રોષની લાગણી પ્રવર્તતા આજે કડી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.