
મહેસાણાના ઉચરપી રોડ નજીકથી બેભાન અવસ્થામાં મળેલા યુવકનું શંકાસ્પદ મોત
મહેસાણા તાલુકાના ઉચરપી રોડ પાસે આવેલા ખેતરમાં ખેરાલુ તાલુકાના સાગથળા ગામનો યુવક બે ભાન અવસ્થામાંમાં મળી આવ્યા બાદ તેણે 108 મારફતે મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોકટર યુવકને મૃત જાહેર કર્યો હતો.જોકે પરિવાર જનોએ આ મોતને શંકાસ્પદ મોત થયું હોવાના આક્ષેપો કર્યા હતા તેમજ શરૂઆતમાં લાશ સ્વીકારવામાં નહિ આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી જોકે પોલીસ પરિવાર જનોને સમજાવટ કરવાની શરૂઆત કરી છે.
ખેરાલુ તાલુકાના સાગળથળા ગામના પિન્ટુ ભાઈ વેલજી ભાઈ ચૌધરી 4 તારીખના રોજ પોતાના ઘરેથી ગાડી લઇ અમદાવાદ કામ માટે જવાનું કહી નીકળ્યા બાદ ઘરે આવ્યા નહોતા જેથી ત્યારબાદ 5 તારીખ સાંજે છેલ્લી વાર પત્નીને ફોન કરી કહ્યું હતું કે ” તું તૈયાર રહેજે હું તને લેવા આવું છું” એમ કહી ત્યારબાદ યુવકનો ફોન બંધ થઈ ગયો હતો.
સમગ્ર કેસમાં ગુમ થયેલ યુવક 5 તારીખ સાંજે ઉચરપી રોડ પર આવેલા ખેતરમાં બે ભાન અવસ્થામાંમાં મળી આવતા સ્થાનિક લોકોએ તેના ફોટા અન્ય ગ્રૂપમાં ફરતા કર્યા હતા.ત્યારબાદ ખેરાલુ રહેતા પરિવાર જનોને ફોટા મારફતે યુવક ની ભાળ મળતા તેઓ મહેસાણા સિવિલ દોડી આવ્યા હતા.ત્યારબાદ સ્થાનિક લોકોએ 108 ને જાણ કરતા બે ભાન અવસ્થામાંમાં રહેલા યુવકને મહેસાણા સિવિલમાં લાવતા ડોકટર મૃત જાહેર કર્યો હતો.
સમગ્ર કેસમાં કુટુંબી ભાઈ અશ્વિન ભાઈ એ દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે મારો ભાઈ ચાર તારીખ પોતાની ગાડી લઇ અમદાવાદ જવા નીકળ્યા હતા.ત્યારબાદ તે ગુમ થઈ ગયા હતા.અને ઉચરપી રોડ પરથી યુવક બે ભાન અવસ્થામાંમાં મળી આવ્યા બાદ મહેસાણા સિવિલ માં લઈ જવાતા ડોકટર મૃત જાહેર કર્યો હતો.ત્યારબાદ પરિવાર જનોએ કહ્યું કે યુવક “ગામમાં ભાગી રહ્યો હતો તેને કોઈ મારવા દોડી રહ્યા છે તેવું કહી રહ્યો હતો” તેવું નિવેદન આપ્યું હતું.બાદમાં પરિવાર જનોએ પ્રથમવાર લાસ સ્વીકાર વાની ના પાડી હતી.
સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ અઢી8 દોડી આવ્યા હતા.અને યોગ્ય કાર્યવાહી થશે અને તમામ પાસ તપાસ કરવામાં આવશે અને આ કેસમાં યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી.ત્યારબાદ પરિવાર જનોએ લાસ સ્વીકારી હતી.
સમગ્ર કેસમાં ડોકટર ના જણાવ્યા પ્રમાણે પીએમ રિપોર્ટરમાં કાઈ કારણ મળતું નથી FSL માં રિપોર્ટ મોકલ્યા છે.બાદમાં રિપોર્ટ આવ્યા બાદ કારણ જાણી શકાશે.