
કડી શહેરમાં એકાએક 50થી વધુ બાઈકો લઈને ટોળું હથિયારો સાથે નીકળી પડ્યું
કડી શહેરમાં ગુરૂવાર રાત્રે ભયના ઓથા હેઠળ આવી ગયું હોય તેવું જોવા મળી રહ્યું હતું. રાત્રિના સમયે અસામાજિક તત્વો શહેરમાં 50થી વધુ બાઇકો લઈને નીકળી પડ્યા હતા અને ચીચીયારિયો પાડતા હથિયારો સાથે બેફામ ગાળો બોલી રહ્યાં પડ્યા હતા. આ ટોળાએ પાર્લર અને નાસ્તા સેન્ટર ઉપર તોડફોડ કરી હતી. જેમાં એક ઈસમને છુટા હાથે મારમાર્યો હતો. તેને ઈજા પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો. ઘટનાને લઇ કડી પોલીસ સહિતનો કાફલો શહેરમાં ખડકી દેવામાં આવ્યો હતો.
કડી શહેરમાં ગુરુવારે લોકો અચંબામાં મુકાઈ ગયા હતા કે આવું તે શું થઈ ગયું કે કોણ રોડ ઉપર રખડી રહ્યું છે અને કોણ બૂમો પાડી રહ્યું છે તથા કોણ ગાળો બોલી રહ્યું છે. હથિયારો સાથે અસામાજિક તત્વોને જાણે પોલીસનો કે કોઈનો ડર જ ના હોય કે સમગ્ર શહેરમાં રાત્રે ફરીને ભયનો માહોલ ઉભો કરી નાખ્યો હતો. કડી શહેર દિવસેને દિવસે ક્રાઇમનું હબ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે અને અસામાજિક તત્વોને જાણે કાયદાનું કંઈ ભાન જ ના હોય અને પોલીસનો કંઈ ડર જ ના હોય તેમ ગુરુવારે રાત્રે ડરનો માહોલ સર્જાઈ ગયો હતો. 50થી વધુ બાઈક સવારો હથિયારો સાથે કડીમાં નીકળી પડ્યા હતા અને જાણે અસામાજિક તત્વોએ કડી શહેરને બાનમાં લઈ લીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ગુરુવારે રાત્રે એકાએક શહેરમાં 50થી વધુ બાઈક સવારો હાથમાં હથિયારો લઈને નીકળી પડ્યા હતા અને જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. તેમજ ગાળા ગાળી કરી રહ્યા હતા. જેમાં આ આવારા તત્વોને કોઈનો ડર જ ના હોય તેવી રીતે સમગ્ર શહેર બાનમાં લઈ લીધું હતું. બાઈક સવારનું ટોળું હથિયારો સાથે કડીની ભાગ્યોદય હોસ્પિટલ, કરણનગર રોડ, ભીમનાથ રોડ, પાંજરાપોળ જેવા અનેક રસ્તાઓ ઉપર ટોળું બુમાબુમ કરતું ફરી રહ્યું હતું. જ્યાં કડી શહેરીજનો રોડ ઉપર આવી પહોંચ્યા હતા અને આ ટોળાએ ભયનો માહોલ રાત્રે ઉભો કરી નાખ્યો હતો.
આ સામાજિક તત્વો કોણ હતા? એ હજુ સુધી બહાર આવ્યું નથી. જ્યાં ઘટનાને લઇ લોકો કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. જે બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને સમગ્ર મહેસાણા જિલ્લાનો કાફલો કડીમાં ખડકી દેવામાં આવ્યો હતો. કોઈ અણબનાવ ન બને તે માટે ડીવાયએસપી, એલસીબી એસઓજી નંદાસણ, બાવલુ, લોઘણજ, મહેસાણા હેડક્વાટર સહિતનો પોલીસ કાફલો કડી ખાતે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર શહેર રાત્રે પોલીસ છાવણીમાં ફેવરાઈ ગયું હતું.