કડીમાં અચાનક કાર પડી કેનાલમાં, અનેક ડૂબ્યાંનું જાણી તાત્કાલિક શોધખોળ

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારી વચ્ચે આજે સવારના સમયે કડી નજીકની કેનાલમાં કાર ખાબકી હોવાની સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સહિત પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં કારમાં સવાર પાંચ લોકો પૈકી એક યુવતિને બચાવી લેવામાં આવી છે. આ તરફ અન્ય ચાર વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મહેસાણા જીલ્લાના કડી પાસેથી કરણનગર કેનાલમાં કાર ખાબકતાં લોકોના ટોળાં એકઠાં થયા હતા. પ્રાથમિક તપાસમાં નંદાસણના યુવાનો કારમાં પરીક્ષાનું ફોર્મ ભરવા જતાં હતા. આ દરમ્યાન કોઇ કારણસર કાર કેનાલમાં ખાબકી હતી. જોકે ઘટનાને લઇ પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી જઇ એક યુવતિને બચાવી અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે. આ તરફ હજી સુધી કોઇના મૃત્યુની વાત સામે આવી નથી.

કડી પાસે 5 યુવક-યુવતીઓ સાથે કાર કેનાલમાં ખાબકી હતી. ઘટનાને લઇ તરવૈયા અને ક્રેનની મદદથી કાર સાથે ડૂબી ગયેલા યુવક-યુવતીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. શોધખોળ દરમિયાન નંદાસણની એક યુવતીને બચાવી લેવામાં આવી છે. હજુ ચાર યુવક-યુવતીઓ કેનાલમાં ડૂબેલા છે, જેમને શોધવાની કામગીરી ચાલું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.