રાજ્યના પંચાયત વિભાગે મહેસાણા જિલ્લામાં પાંચ નવા ટી.ડી.ઓની નિમણૂંક કરી

મહેસાણા
મહેસાણા

ગુજરાત રાજ્યના પંચાયત વિભાગે બઢતી તેમજ બદલીના હુકમ કરતા મહેસાણા જિલ્લામાં પાંચ નવા ટીડીઓની નિમણૂક કરવામાં આવી છે.જેમાં મહેસાણા જિલ્લામાં 9 પંચાયતી કર્મચારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન આપી અન્ય જિલ્લાઓમાં નિમણૂક આપવામાં આવી છે.મહેસાણા જિલ્લાના પાંચ તાલુકાઓમાં નવા તાલુકા વિકાસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જોટાણા,વિસનગર,મહેસાણા,ઊંઝા અને કડી તાલુકામાં ટીડીઓની નિમણૂક કરાઈ છે.મહેસાણા જિલ્લામાં ચૂંટણી તાલુકા વિકાસ અધિકારી તરીકે ખંભાળિયા તાલુકા પંચાયતના ટીડીઓ નિશિત ધીરૂભાઈ ચૌધરીને નિમણૂક કરાઇ છે,વિસનગર તાલુકા વિકાસ અધિકારી તરીકે ખેડાના નાયબ ચીટનીશ રાકેશકુમાર જીવાભાઇ પટેલને નિમણૂક અપાઈ છે,મહેસાણા ટીડીઓ તરીકે ગૌરવકુમાર મગનભાઈ પટેલની નિમણુંક થઇ છે,ઊંઝા ખાતે ભાર્ગવીબેન ગૌરાંગભાઈ વ્યાસની નિમણુંક કરાઈ છે તેમજ કડી તાલુકા વિકાસ અધિકારી તરીકે બનાસકાંઠાના નાયબ ચીટનીશ હીરાભાઈ કાનજીભાઈ પરમારને બઢતી આપી ટીડીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.