રાજ્યના મહેસાણા જિલ્લામાં સિઝનનો 48.94 ટકા વરસાદ થયો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં સિઝનના સરેરાશ 29 ઇંચ વરસાદની જરૂરીયાત સામે 30 જુલાઇ સુધીમાં સવા 14 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે.જેમા સિઝનનો 48.94% વરસાદ થઇ ચૂક્યો છે.આમ અત્યારસુધીની સિઝનમાં સૌથી વધુ 76.17% વરસાદ સતલાસણા અને સૌથી ઓછો 32.97% વરસાદ ખેરાલુમાં થયો છે.આ સિવાય બીજીતરફ જિલ્લામાં 2.87 લાખ હેક્ટરમાં વાવેતરના અંદાજ સામે જિલ્લામાં 1.30 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે.જેમા સિઝનમાં સૌથી વધુ 81.24% વાવેતર વિજાપુરમાં,જ્યારે સૌથી ઓછું 28.89% વાવેતર કડીમાં થયું છે.જેમા કપાસનું 38,096,ઘાસચારાનું 34,086,મગફળીનું 21,332,શાકભાજીનું 9451 અને અડદનું 8689 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે.આ સિવાય બહુચરાજી તાલુકામાં છેલ્લા એકાદ માસથી ધીમીધારે વરસાદ ચાલુ રહેતા ખેડૂતો ચોમાસુ ખેતીમાં બાજરી તેમજ કઠોળનું વાવેતર કરી શક્યા નથી.આમ છેલ્લા એકાદ સપ્તાહમાં સરેરાશ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડતાં નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક બીટી કપાસનું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઇ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.