
ગુજરાત રાજ્યના ચીફ કમિશ્નરે મહેસાણા જી.એસ.ટી કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી
મહેસાણા શહેરમા કાર્યરત જી.એસ.ટી કચેરીમાં સ્ટાફને બેસવાની સાથે કામગીરી કરવામાં મુશ્કેલી પડતી હોય જેને લઇ જી.એસ.ટી ભવનનું નિર્માણ કરવા માટે 2500 ચો.મી જેટલી જમીન ફાળવવા માટે આરડીસી સમક્ષ જોઈન્ટ કમીશન દ્વારા રજુઆત કરવામાં આવી હતી.ત્યારે રાજ્યના ચીફ કમિશનર મહેસાણા જી.એસ. ટી કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.જેમાં મહેસાણાના બહુમાળી ભવનમાં આવેલા સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કચેરી વિભાગ 4ની શુભેચ્છા મુલાકાત લઇ વર્તમાનમાં અદ્યતન સુવિધાથી સજ્જ અલાયદા જી.એસ.ટી ભવનના નિર્માણ માટે જમીન ફાળવવા જિલ્લા કલેકટરને રજુઆત કરવા રાજ્યના ચીફ કમિશનર મિલિન્દ તોરવણે જોઈન્ટ કમિશનર રાઠોડે જણાવ્યું હતું કે કલેકટર કચેરીના આરડીસી ઇન્દ્રસિંહવાળાને મળી આશરે 2000 થી 2500 ચો.મી જેટલી જગ્યા ફાળવવા રજુઆત કરવામાં આવી હતી.જેમા આર.ડી.સી દ્વારા શહેરની સીમા પરના એકાદ બે ગામની જમીનની તપાસ કરવા જણાવ્યું હોવાનુ જાણવા મળ્યું હતુ.રાજ્યના ચીફ કમિશનર મહેસાણા વેરા કચેરીના અધિકારીઓ,કર્મચારીઓને રૂબરૂ મળીને તેમની કામગીરીની જાણકારી મેળવી કોઈ મુશ્કેલી છે કે નહીં તેની પૃચ્છા કરી હતી.