ઊંઝા વોર્ડમાં બુથ વિસ્તારક તરીકે શરૂઆત કરાઈ

મહેસાણા
મહેસાણા

કેન્દ્ર સરકાર સહિતની વિવિધ યોજના અને જન સંપર્ક વધારવા માટે અલ્પકાલીન વિસ્તારક યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના મારફતે બુથના વિસ્તારકો કેન્દ્રની યોજનાના સાહિત્યની બેગ સાથે પ્રજા સુધી પહોંચશે અને જન સંપર્ક વધારશે. લોક સભા ચૂંટણી પહેલા કાર્યકર્તાઓને ગ્રાઉન્ડ ઉપર પહોંચાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. સંગઠનના હોદ્દેદારો કેટલા હાજર રહે છે જેથી તેમની હાજરી પણ પુરવામાં આવશે. આજની કારોબારી બેઠકમાં પ્રદેશ નેતાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી.

લોકસભા ચૂંટણીની હવે નજીક આવી રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યની વિધાનસભા બેઠકો ઉપર કાર્યકરો મારફતે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા માટે માઈક્રો પ્લાનિંગ મારફતે યોજના પહોંચવા માટે કામગીરી સોંપવામાં આવી રહી છે. ઊંઝા શહેર યુવા મોરચા પ્રમુખ અને કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.