
મહેસાણાના દેવરાસણ ગામે ઘર આંગણે પાર્ક કરેલું SRP ગ્રૂપના ક્લાર્કનું બાઈક ચોરાયું
મહેસાણા તાલુકામાં આવેલા દેવરાસણ ગામે ઘર આંગણે પાર્ક કરેલું બાઈક અજાણ્યા તસ્કરો ચોરી જવાની ઘટના સામે આવી.સવારે પાર્ક કરલે બાઈક લેવા જતા બાઈક નજરે ન પડતા ફરિયાદી એ મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મહેસાણા તાલુકાના દેવરાસણ ગામે રહેતા અને પાલાવાસણા એસ.આર.પી ગ્રુપ 15મા ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગોવિંદ પટેલ વોલીબોલ રમી ને આવ્યા બાદ પોતાનું GJ2BK4147 નમ્બર નું બાઈક ખોડિયાર નગર માં આવેલ પોતાના ઘર આંગણે પાર્ક કર્યું હતું.
સવારે ફરિયાદી પોતાનું બાઈક લેવા જતા બાઈક ક્યાંય ન મળતા તેઓએ આસપાસના વિસ્તારોમાં બાઈક ની શોધખોળ કરી જોકે ક્યાંય બાઈક ન મળતા આખરે મહેસાણા તાલુકા પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.