
કડીના કરણ નગર રોડ ઉપર આવેલી સુવર્ણ પેલેસ સોસાયટી અને અક્ષરધામ ફ્લેટમાં ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા
આરાધના અને ભક્તિનું પર્વ એટલે નવરાત્રીનો તહેવાર. નવરાત્રિની આતુરતાથી ખેલૈયાઓ રાહ દેખીને બેઠા હોય છે ત્યારે નવરાત્રિનો તહેવાર રંગેચંગે સમગ્ર ગુજરાતની અંદર મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે કડીના કરણનગર રોડ ઉપર આવેલી અનેક સોસાયટીઓમાં ધીરે ધીરે નવરાત્રીનો રંગ જામતો હોય તેવું જોવા મળ્યું હતું .જ્યારે યુવાધન નવરાત્રીના તહેવારમાં રંગે રંગાઈ ગયું છે.
કડી તાલુકા તેમજ શહેરની અંદર ધીરેધીરે નવરાત્રીના તહેવારમાં ભક્તો, યુવાધન રંગે રંગાઈ રહ્યા છે. ત્યારે કડીના કરણનગર રોડ ઉપર આવેલી સુવર્ણ પેલેસ સોસાયટી અને અક્ષરધામ સોસાયટીમાં ખેલૈયાઓ ત્રીજા નોરતે મન મૂકીને ગરબે ઝૂમી ઉઠ્યા હતા.માઁઈ ભક્તો તેમજ યુવાધન જેની આતુરતાથી રાહ દેખીને બેઠા હોય તેવી નવરાત્રીનો હવે રંગ જામતો હોય તેવુ જોવા મળી રહ્યું છે. જ્યારે યુવક, યુવતીઓ કડીમાં પોતપોતાની સોસાયટીઓ તેમજ શેરીઓમાં અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને અલગ અલગ સ્ટેપમાં ગરબે ઝૂમતા હોય તેવું જોવા મળ્યું હતું.