
મહેસાણા નગરપાલિકામા ચાલતા સિવણ કલાસમાં અત્યાર સુધીમાં 18 હજાર બહેનોએ તાલીમ લીધી
મહેસાણા શહેરમા પાલિકાના સિવિક સેન્ટર ખાતે કાર્યરત છે.જેમાં મહેસાણા શહેરમાં વસવાટ કરતી બહેનો સીવણ ની તાલીમ મેળવી રહ્યા છે.UCD પ્રોજેકટ થકી ચાલતા આ પ્રોજેકટ મારફતે તાલીમ દ્વારા મહિલાઓ પગ ભર બની રહી છે.જોકે અત્યાર સુધીમાં મહેસાણા નગરપાલિકા દ્વારા યોજાતા તાલીમ વર્ગમાં 15 થી 18 હજાર બહેનો તાલીમ મેળવી ચુકી છે.જીવનનો સમાનાર્થી સંઘર્ષ છે ત્યારે હાલમાં શહેરી વિસ્તારમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગી પરિવારોમાં આર્થિક સંકળામણ અનુભવાતી હોય છે. ત્યારે સરકારના UCD પ્રોજેકટ દ્વારા મહેસાણા નગરપાલિકામાં સિવણ કામના તાલીમ વર્ગ છેલ્લા ઘણા વર્ષો થી મહિલાઓને પગભર અને આત્મનિર્ભર બનાવવા રાહત દરની ફી લઈ સિવણની તાલીમ આપવામાં આવી રહી છે. સિવણના આ તાલીમ વર્ગમાં અત્યાર સુધીમાં 15 થી 18 હજાર મહિલાઓએ તાલીમ મેળવી મોટાભાગની મહિલાઓ પોતાનો સિવણનો વ્યવસાય કરી આર્થિક રીતે સક્ષમ બની પરિવારને મદદરૂપ થઇ રહી છે. આમ સરકારના નારી શક્તિને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો મહેસાણા નગરપાલિકાના સિવણ તાલીમ વર્ગોમા સાકાર થઈ રહ્યા છે.
સીવણ કલાસ ચલાવતા પટેલ ચન્દ્રીકા બેને જણાવ્યું કે અહીંયા મહેસાણા નગરપાલિકા દ્વારા UCD સીવણ કલાસ ચાલી રહ્યા છે.ઘણા વર્ષથી વિદ્યાર્થીનિઓ અહીંયા તાલીમ મેળવી રહી છે.જેની ફી માત્ર 200 રૂપિયા રાખવામા આવી છે.અત્યાર સુધીમાં 18 હજાર જેથી બેનોએ સીવણ તાલીમ મેળવી છે.અહીંયા તાલીમ મેળવતી બહેનો ને સર્ટી આપવામાં આવે છે અને તે સર્ટી થી તેઓને સીવણ ના મસીનનો પણ લાભ મળે છે.તાલીમ મેળવતા લક્ષ્મીબા એ જણાવ્યું કે સીવણ શીખવાનું એક જ કારણ છે મારા પતિ કામ કરે છે તો સીવણ શીખી હું પણ મદદ કરી શકું છું.જેથી ઘરમાં આર્થિક રીતે મદદ થઈ રહે.બીજે અન્ય ક્લાસમાં સિવખવા જતા ફી મોંઘી પડતી હોય છે અને અહીંયા સરકાર મારફતે નજીવા દરે તાલીમ મળે છે