મહેસાણામાં મામલતદાર કચેરી પાસે પાર્ક કરેલી ઈકો ગાડી ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. રાત્રે તો ઠીક પરંતુ હવે દિવસે પણ તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે ધોળા દિવસે મહેસાણા શહેરમાં આવેલી મામલતદાર કચેરી ગેટ બહાર પાર્ક કરેલી એક ઈકો ચોરી તસ્કરો ફરાર થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગાંધીનગર ખાતે રહેતા લલિત પટેલ નામના ફરિયાદી પોતાના ભણીયા સાથે જમીનના દસ્તાવેજના કામકાજ અર્થે મહેસાણા મામલતદાર કચેરીમાં આવ્યા હતા. જ્યાં (GJ-18-BB-6795) નંબરની ઈકો ગાડી મામલતદાર બહાર આવેલા રોડની સાઈડમાં પાર્ક કરી હતી. ત્યારબાદ તેઓ કચેરીમાં ગયા હતા, જ્યાં કામ પતાવીને પરત આવ્યા એ દરમિયાન પોતાની પાર્ક કરેલી ઈકો નજરે ના પાડતા આસપાસ શોધખોળ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.