
ઊંઝામાં મકાનની બારીઓની ગ્રીલ તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યો, સામાન વેરવિખેર કરી 45 હજારના મત્તાની ચોરી કરી ફરાર
શહેરમાં દિવ્ય કોલોની સોસાયટીમાં આવેલા મકાનમાં રહેતા જયંતિભાઈ પટેલ રાત્રે જમી પરિવાર સાથે સુઈ રહ્યા હતા. એ દરમિયાન મધરાતે અજાણ્યા કોઈ તસ્કરો મકાનના રસોડાના ભાગે પાછળની બારીઓની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં તસ્કરોએ રૂમનો સમાન અસ્તવ્યસ્ત કર્યો તેમજ ઉપરના રૂમમાં આવેલા કબાટ થતા તિજોરી તોડી ચોરી કરી હતી. સમગ્ર મામલે વહેલી સવારે વૃદ્ધ ઉઠીને રસોડામાં જોતા બારીની ગ્રીલ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. બાદમાં મકાનમાં તપાસ કરતા કુલ 45 હજારના મત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળતા પોતાના દીકરાને સમગ્ર મામલે જાણ કરતા તેઓ પણ ઘરે દોડી આવ્યાં હતા.
તસ્કરો મકાનમાંથી 40 હજાર રોકડા, 8 ચાંદીના સિક્કા કિંમત 5000 મળી કુલ 45,000ના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેને લઇ ઊંઝા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.