વિજાપુરમાં સર્વિસ માટે આપેલી 5 લાખની કિંમતની સ્કોર્પિયોના કાચ ફોડી તસ્કર ઉઠાવી ગયો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર ખાતે સર્વિસમા આપેલી મોંઘી ઘાટ સ્કોર્પિયો ગાડીની ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ગાડી ચાલકે પોતાની ગાડી સર્વિસ સ્ટેશનમાં આપી હતી. જ્યાં રાત્રી દરમિયાન અજાણ્યો કોઈ તસ્કર ગેરેજમાં ઘૂસી ગાડીના કાચ ફોડી ગાડી લઇ રફુચક્કર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી.

કલોલ ખાતે રહેતા લેબર કોન્ટ્રાક્ટર ઋષીકાન્ત પ્રસાદ પોતાની GJ18BL9743 નંબરની સ્કોર્પિયો ગાડી વિજાપુર હિંમતનગર રોડ પર આવેલા રાજ ઓટોમાઇલ્સમાં ગાડી સર્વિસ માટે આપી હતી. બાદમાં મધરાતે અજાણ્યો કોઈ તસ્કર ગેરેજમાં પડેલી ગાડીના દરવાજાના કાચ ફોડી ગાડી લઇ ફરાર થઇ ગયો હતો.

બીજા દિવસે ફરિયાદી પોતાની ગાડી લેવા જતા ગાડી ચોરી થઈ ગઈ હોવાનું જાણવા મળતા ગેરેજમાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસ કર્યા હતા. જેમાં અજાણ્યો તસ્કર ગાડી ચોરી ફરાર થતો કેમેરામાં કેદ થયો હતો. સમગ્ર મામલે વિજાપુર પોલીસમાં 5 લાખ કિંમતની ગાડી ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમજ પોલીસે પણ તસ્કરોને ઝડપવા તજવીજ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.