
કડીમાં શોર્ય જાગરણ યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરાયું
સમગ્ર વિશ્વમાં ભારત દેશ સૌથી યુવા દેશ છે. આજની હિન્દુ યુવાન આપણા રાષ્ટ્રનો શક્તિ કેન્દ્ર છે. શ્રી રામ જન્મભૂમિ આંદોલનના ગર્ભમાંથી વિશ્વ હિન્દુ પરિષદના યુવા સંગઠન તરીકે બજરંગ દળનો ઉદય 8 ઓક્ટોબર 1984માં થયો હતો. વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ સ્થાપનાના પૂર્ણ થતા સંતોના આહવાન મુજબ બજરંગ દળ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન સમગ્ર ભારતભરમાં બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન થયું છે. જે મુજબ કડી શહેરની અંદર ગુરુવારે બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રાનું આગમન થયું હતું.મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેથી બજરંગ દળની જાગરણ યાત્રાનો પ્રારંભ થયો હતો. જ્યાં મહેસાણા જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં આ યાત્રા ફરનાર છે,. ઊંઝાથી પ્રારંભ થયેલી બજરંગ દળ યાત્રા ગુરુવારે કડીના બહુચર માતાજીના મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિનીના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે કાર સેવકો વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગીઓની અથાક મહેનત પ્રયત્નો તેમજ લાખો બજરંગીઓના બલિદાન બાદ વર્ષોની તપસ્યા પછી ભગવાન રામનું મંદિર નિર્માણ પામી રહ્યું છે. ત્યારે રામ મંદિર નિર્માણની ખુશી સંદેશ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોર્ય જાગરણ યાત્રા નીકળી હતી. જે યાત્રા કડી નગરમાં પહોંચતા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કડી શહેરના બહુચર માતાજીના મંદિર ખાતે જાગરણ યાત્રા આવી પહોંચી હતી. જ્યાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યાત્રા કડી તાલુકાના સુજાતપુરા, રણછોડપુરા, કાસવા, વિડજ, નાની કડી, બુડાસણ, કુંડાળ જેવા ગામોમાં ફરી હતી. ત્યાં પણ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કડીના કમળ સર્કલ ખાતે જાગરણ યાત્રા આવી પહોંચી હતી અને કડી નગરના વિવિધ વિસ્તારોમાં યાત્રા ફરી હતી. તેમજ આ યાત્રા બે દિવસીય કડી નગર તેમજ તાલુકાના અનેક ગામોમાં ફરશે. આ યાત્રાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ દુર્ગાવાહીનીના કાર્યકર્તાઓ જોડાયા હતા.