
આદુન્દ્રા ગામે અસંખ્ય મકાનોના પતરા,નળિયા ઉડ્યા :અલદેસણ ગામે મકાન ધારાસાઇ
કડી તાલુકા તેમજ શહેરનમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે. અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી હતી. જ્યાં આ સિઝનની અંદર સૌથી વધુ વરસાદ આ ત્રણ દિવસની અંદર ખાબક્યો હતો. કડીમાં શનિવારથી સોમવાર સુધી 7:30થી પણ વધુ વરસાદ પડદા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જ્યાં અનેક ઠેકાણે નુકસાનીની ઘટના સામે આવી હતી. અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સદનસીબે મોટી જાન હાની ટળી હતી.કડી તાલુકા તેમજ શહેરની અંદર શનિવાર રાતથી જ મેઘ મહેર જોવા મળી હતી. ભારે પવન વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ છેલ્લા ત્રણ દિવસથી કડીમાં જોવા મળી રહ્યો છે. શનિવાર રાતથી સોમવાર દિવસ દરમિયાન સાડા સાત ઇંચથી પણ વધુ વરસાદ થાક્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવી હતી. તો બીજી તરફ કેટલાક મકાનો ધરાશાય થયા છે. તેમ જ વીજળી પડતા એક પશુનું મોત થયું છે. આદુન્દ્રા ગામે 18થી વધુ મકાનો નુકસાન જોવા મળ્યું હતું. તેમજ આદુન્દ્રા ગામે પાંચથી વધુ વૃક્ષો ધરાસીત થયા હતા.કડીમાં ભારે પવન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ નુકસાન થવાની ઘટનાઓ સામે આવી છે. કડી તાલુકાના અલદેસણ ગામે રહેતા પ્રવીણભાઈ શકરાભાઈ રાવળનું કાચું મકાન વરસાદ અને પવનના કારણે ધરાસાઈ થયું હતું. મકાન ધરાસાઈ થતાં ભાગમદોડ મચી જવા પામી હતી. સદર નસીબે મોટી જાન હાની ટળી હતી.
ખેરપુર ગામે રહેતા રબારી ઈશ્વરભાઈ પશુપાલક અને ખેતીવાડીનો વ્યવસાય કરી રહ્યા છે. તેઓના માલિકીના વાડામાં ભેંસો તેમજ ગાયો બાંધેલી હતી. જે દરમિયાન અચાનક જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો અને વીજળી ભડાકા સાથે પશુ ઉપર પડતાં એક ગાયનું કરૂણ મોત નીપજ્યું હતું.દડી સર્કલથી થોળ રોડ તરફ જતા રોડ ઉપર આવતા નાયરા પેટ્રોલ પંપ પાસે મરામત કરાયેલા રોડ વરસાદમાં બેસી જતા રોડ બંધ કરવાનો વારો આવ્યો હતો. તેમજ પલીયડથી ચોટીલા પગપાળા સંઘ ગયો હતો. જે દરમિયાન ચોટીલા માતાજીના દર્શન કરીને ભક્તો પોતાના ઘર તરફ ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા હતા. જે દરમિયાન નાયરા પેટ્રોલ પંપ પાસે પહોંચતા બેસી ગયેલા રોડ પાસે ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. સદનસીબે મોટી જાન હાની ટળી હતી. તંત્ર દ્વારા રોડને બંધ કરવાનો વારો આવ્યો હતો.કડીમાં રવિવારે મુશળધાર પવન સાથે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ નુકસાનીની ઘટના સામે આવી હતી. કડીમાં સમગ્ર રવિવાર દિવસ દરમિયાન ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન વરસાદ અવિરત ચાલુ જ હતો. આદુન્દ્રા ગામે ભારે પવન અને વીજળીના તડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા અનેક મકાનોના પતરા, નળિયા તેમજ વૃક્ષો ધરાશાય થતા હતા.
આદુન્દ્રા ગામે 17થી વધારે રહીશોના મકાનના પતરા પવનના કારણે ઉડ્યા હતા. તેમજ આદુન્દ્રા ગામે આવેલી પ્રાથમિક શાળાની આજુબાજુ તેમજ શાળાની અંદર અસંખ્ય વૃક્ષો ધરાશાઈ થવાની ઘટના સામે આવી હતી. આદુન્દ્રા ગામે મોટી દુર્ઘટના વરસાદના કારણે સર્જાતા ગામમાં ભાગમદોડ મચી જવા પામી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. આદુન્દ્રા ગામે 18થી વધુ વૃક્ષો ધરાશાય તેમજ નુકસાન થયું હતું. ઘટનાને લઇ સરપંચ તલાટી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.