ઊંઝા તાલુકાના ડાભી ગામે જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા : રૂપિયા ૨૬,૧૫૦ નો મુદ્દામાલ જપ્ત

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના ડાભી છત્રીપુરા ખાતે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સાત ઈસમોને ઉનાવા પીએસઆઈ કે.જી.ચૌધરી સહિત પોલીસ ટીમે રોકડ રકમ રૂપિયા ૨૬,૧૫૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ ઉનાવા પોલીસ સ્ટેશનના અ. લો. ર સુભાષકુમાર ચેલાભાઈ તથા અલોર બાબુજી રતુજીનાઓને સયુંકત બાતમી મળેલ કે, ઉનાવાથી ડાભી જતા રોડ ઉપર છત્રીપુરા ડાભી ગામે ઠાકોર પ્રભાતજી જવાનજીના ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાંક ઇસમો તેમના આર્થિક ફાયદા સારું હારજીતનો જુગાર રમી રમાડે છે.

જેથી પોલીસે સદર સ્થળે રેડ કરી સાત ઈસમોને રોકડ રકમ રૂપિયા ૨૬,૧૫૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલ જુગારીયાઓમાં (૧) ઠાકોર ભેમાજી રાણાજી રહે. ડાભી મોટોવાસ (૨) ઠાકોર ભરતજી હમીરજી રહે. છત્રીપૂરા ડાભી (૩) પટેલ ગોવિંદભાઈ મોહનભાઈ રહે.સુણોક ઠાકોરવાસની પાસે (૪) ઠાકોર પ્રભાતજી કાંતિજી રહે. છત્રીપુરા ડાભી (૫) ઠાકોર લાલાજી ગાંડાજી રહે.ડાભી દાદાનો વાસ (૬) ઠાકોર રાજેશજી પાનાજી રહે. ડાભી દાદાભાનો વાસ (૭) ઠાકોર પ્રવીણજી નાગરજી રહે. સુણોક ઠાકોર વાસ તમામ તાલુકા ઉંઝાનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.