છાપી હાઇવે ઉપર અકસ્માતમાં ગાયીકા સહિત ત્રણને ગંભીર ઇજાઓ

મહેસાણા
મહેસાણા 45

(રખેવાળ ન્યૂઝ)છાપી,
બનાસકાંઠાના દાંતીવાડાની પ્રસિદ્ધ ગાયિકા સપનાબેન અરવિંદભાઈ દરજી પોતાની કારમાં બુધવારની મોડી રાત્રે પાટણ પાસે એક કાર્યક્રમમાં હાજરી આપી પરત દાંતીવાડા જઇ રહ્યા હતા તે દરમિયાન પાલનપુર – મહેસાણા હાઇવે ઉપર છાપી નજીક આવેલ શિવશક્તિ હોટલ આગળ પાલનપુર તરફથી રોંગ સાઈડે આવતી એક ટ્રકના ચાલકે સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવી કારને જાેરદાર ટક્કર મારતા કારના આગળના ભાગના ફુરચા ઉડી ઉડી ગયા હતા. દરમિયાન કારમાં સવાર સિંગર સપના દરજી, અરવિંદભાઈ પ્રતાપજી દરજી તેમજ કારના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા હતાં. જાેકે અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં છાપી પોલિસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં ઘવાયેલ સિંગર સહિત તમામની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.