મહેસાણાની ડમ્પીંગ સાઈટ પર એકત્ર થયેલો સવા બે લાખ ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની શરૂઆત

મહેસાણા
મહેસાણા

મહેસાણા નગરપાલિકા દ્વારા રોજના 88 ટન કચરાનું કલેક્શન કરી ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવવામાં આવતા અત્યાર સુધીમાં 2.30 લાખ ટન કચરાના ઢગલા સર્જાતા પાલિકાએ 1 કરોડના ખર્ચે એજન્સીને કામ આપી બાયો માઇનિંગ પદ્ધતિથી કચરાના નિકાલની કામગીરી હાથ ધરી છે.હાલમાં છેલ્લા એક માસમાં 10 હજાર ટન જેટલા કચરાનો નિકાલ કરતા 80 ટકા કચરો પ્રકિયા કરતા પુનઃ ઉપયોગ કરી શકાય તેવો મળી રહ્યો છે.

મહેસાણા પાલિકા દ્વારા ગંદકીની સમસ્યાને અટકાવવા અને શહેરને સ્વચ્છ બનાવવા એજન્સી અને તંત્ર દ્વારા રોજે રોજ 88 ટન જેટલા કચરાનું ક્લેકશન કરવામાં આવી રહ્યું છે.પાલિકા દ્વારા કલેક્શન કરતા કચરાને ડમ્પિંગ સાઈટ પર નિકાલ કરવામાં આવે છે. અહીં અત્યાર સુધીમાં 2.30 લાખ ટન જેટલો કચરો જમા થતા કચરાના ડુંગર સર્જાયા છે.જેના નિકાલ માટે પાલિકા દ્વારા ટેન્ડર કરી પ્રતિ ટન 234 રૂપિયાના ભાવથી કુલ 1 કરોડ ના ખર્ચે 2.30 ટન કચરાના નિકાલનું કામ આપાતા એક માસમાં 10 હજાર ટન કચરાનો નિકાલ કરાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.