દૂધ સાગર ડેરી દ્વારા 75 કરોડના ખર્ચે સૈનિક સ્કૂલનું નિર્માણ કરાશે

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સહકાર મંત્રી જગદીશ પંચાલની ઉપસ્થિતિમાં આવતીકાલે શ્રી મોતીભાઈ ર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમુહુર્ત કરાશે. મહેસાણાથી 11 કી.મી દૂર બોરીયાવી ગામે 75 કરોડના ખર્ચે અને 11 એકર જમીનમાં નિર્માણ કાર્ય કરવામાં આવશે. કોઈ સહકારી સંસ્થા દ્વારા સંચાલિત સૈનિક સ્કૂલ સમગ્ર ભારતમાં પ્રથમ સ્કૂલ હશે.દૂધ સાગર ડેરીની એજન્સી દૂધ સાગર રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસીએસન (DURDA) દ્વારા આ સૈનિક સ્કૂલનું સંચાલન કરવામાં આવશે. રક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા તા.2ઓગસ્ટ, 2022નાં રોજ સૈનિક સ્કૂલ માટે પરવાનગી આપવામાં આવી હતી.આ સાગર સૈનિક સ્કૂલમાં વર્ષ 2022-23 એકેડેમિક વર્ષમાં ધોરણ-6માં 46 છોકરા અને 4 છોકરી એમ કુલ 50 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે વર્ષ 2023-24 નાં એકેડેમિક વર્ષમાં સીટની સંખ્યા વધારીને 80 કરવામાં આવી છે. જેમાં 10 ટકા છોકરીઓ માટે આરક્ષિત કરાઈ છે. ધોરણ-5માં 51 છોકરા અને 4 છોકરી એમ કુલ 55 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. હાલમાં આ વિદ્યાર્થીઓ દૂધ સાગર ડેરી સ્થિત MIDFT (માનસિંહભાઈ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેકનોલોજી) માં અભ્યાસ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.