વડનગરમાં રીક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી

મહેસાણા
મહેસાણા

વડનગરમાં રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરમાં રોડ પર ઉભા રહેલા બાઇક ચાલકને એક રીક્ષા ચાલકે ટક્કર મારી હતી, જ્યાં બાઈક ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો. નોંધનીય છે કે બાઈક ચાલક રોડની સાઈડમાં બાઈક ઉભું રાખી ફોન પર વાત કરતો હતો, જ્યાં રીક્ષા ચાલકે બાઈકને ટક્કર મારી હતી.

વડનગરમાં હોટલ તોરણની બાજુમાં ખતોડા ગામના ઠાકોર અનારજી પોતાનું બાઈક રોડની સાઈડમાં પાર્ક કરી ફોન પર વાત કરી રહ્યા હતા. એ દરમિયાન પાછળથી રીક્ષા નં. GJ24T979ના ચાલકે બેફામ અને ગફલતભરી રીતે રીક્ષા ચલાવી બાઈકને ટક્કર મારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.