
કડીના બોરીસણા કેનાલમાં ખાબકેલાં 3માંથી 2નો બચાવ, 8 કલાકના રેસ્ક્યુ બાદ મોડી રાત્રે વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો
કડી કરણનગર વાય જંકશનમાંથી સૌરાષ્ટ્ર બ્રાન્ચની મુખ્ય નર્મદા કેનાલ કડી તાલુકાના બોરીસણા ગામ નજીકથી પસાર થઈ રહી છે. જ્યાં કડી શહેરના કરણનગર રોડ ઉપર રહેતા અને ધોરણ 10નો અભ્યાસ કરતાં ત્રણ વિદ્યાર્થીઓ પેપર આપીને વેગેનાર ગાડી લઈને કડી શહેરની અંદર ફરવા માટે નીકળ્યા હતા. જે દરમિયાન બોરીસણા નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર પહોંચતા અચાનક જ કેનાલની દિવાલ તોડીને ગાડી સહિત ત્રણેય વિદ્યાર્થીઓ કેનાલમાં ખાબક્યા હતા. જ્યાં બે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો અને એક વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું. જેનો મૃતદેહ મોડી રાત્રે ફાયર ફાયટરોના જવાનોના આઠ કલાકના રેસ્ક્યુ બાદ બહાર નીકળવામાં આવ્યો હતો. તેમજ વેગેનાર ગાડીને પણ બહાર કાઢવામાં આવી હતી.
કડીના કરણ નગર રોડ ઉપર આવેલા રાજેશ્વરી હોમ્સમાં રહેતો જીગ્નેશ રાજકુમાર, તક્ષ ભાવેશભાઈ ગજ્જર જય સોમનાથ સોસાયટી, દેવ દીપકભાઈ વ્યાસ રિદ્ધિ સિદ્ધિ વિલા કરણનગર રોડ ત્રણેય મિત્રો અને ધોરણ 10માં સર્વ વિદ્યાલય કેમ્પસમાં આવેલ શિવ હરી ઇંગ્લીશ મીડીયમમાં એક જ ક્લાસની અંદર અભ્યાસ કરી રહ્યા છે. જેઓ ગુરુવારે ધોરણ 10નું પેપર પતાવી અને બપોરના સમય જીગ્નેશ રાજકુમાર પોતાના ઘરેથી ગાડી કોઈને કીધા વગર લઈ આવ્યો હતો અને ત્રણેય મિત્રો સાથે કડીની અંદર ફરવા માટે નીકળ્યા હતા. જે દરમિયાન કડી બોરીસણા પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર પહોંચતા અચાનક જ વેગેનાર ગાડી કેનાલની દિવાલ સાથે અથડાઈ હતી અને ત્રણેય વિદ્યાર્થીઓ કેનાલની અંદર ગાડી સાથે ખબક્યા હતા.
કડીના કરણ નગર રોડ ઉપર આવેલ અલગ અલગ સોસાયટીઓમાં રહેતા અને ધોરણ 10માં અભ્યાસ કરતા ત્રણેય વિદ્યાર્થીઓ ગાડી સહિત કેનાલમાં ખબક્યા હતા. જે દરમિયાન જીગ્નેશ અને તક્ષ પાણીની અંદર બૂમો પાડતા હતા અને જે દરમિયાન ભાવનાબેન ભવાનભાઈ ઠાકોર તેમના પતિ અને દીકરી સાથે બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન ભાવનાબેન ઠાકોરે બંને વિદ્યાર્થીઓને પાણીમાં બૂમો પાડતા જોયા હતા અને તેમને પોતાની સાડી પાણીમાં ફેંકી હતી. જીગ્નેશ અને દક્ષને મહિલાએ બચાવી લીધા હતા. જ્યારે દેવ અને ગાડી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જ્યાં લોકો ભેગા થઈ ગયા હતા અને તેઓના પરિવાર તેમજ કડી પોલીસને જાણ કરી હતી જ્યાં ઘટના સ્થળે કડી પોલીસ તેમજ પરિવારજનો આવી પહોંચ્યા હતા.
કડીના બોરીસણા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ત્રણ વિદ્યાર્થીઓ ગાડી સાથે ખબક્યા હતા અને બે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. જ્યાં દેવ અને ગાડી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી દેવની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કલાકોની જહેમત બાદ પણ દેવની લાશ મળી ન આવી હતી. કડી મામલતદાર કચેરીને જાણ કરવામાં આવી હતી, જ્યાં મામલતદાર કચેરીથી મહેસાણા કલેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી અને મહેસાણા નગરપાલિકાના ફાયદરોના જવાનો કડી ખાતે છ વાગ્યાના આસરામાં આવી પહોંચ્યા હતા અને ફાયર ફાઈડરોના જવાનોએ પાણીમાં ઉતરીને દેવની લાશની શોધખોળ હાથ ધરી હતી, પણ મોડી રાત સુધી કંઈ જ હતો પતો ન લાગ્યો હતો. ગુરુવારે રાત્રે બે વાગ્યાની આજુબાજુ દેવની લાશ ગાડીમાંથી મળી આવી હતી અને ગાડી તેમજ દેવની લાશને બહાર કાઢવામાં આવી હતી.
કડી બોરીસણા નર્મદા કેનાલમાં ત્રણ વિદ્યાર્થીઓ ગાડી સાથે અંદર ખબક્યા હતા. જ્યાં બે વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતા. તેમજ દેવની લાશ મોડી રાત્રે વેગેનાર ગાડી મળી આવી હતી અને તેને બહાર કાઢવામાં આવી હતી. દેવની લાશ ગાડીમાં જ હતી અને તેની લાશને પણ બહાર કાઢવામાં આવી હતી. મહેસાણા ફાયર ઓફિસર સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, અમને છ વાગ્યે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી કોલ આવ્યો હતો કે કડી રંગપુરડા પાસે પસાર થતી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા કેનાલમાં ત્રણ મિત્રો ગાડી સાથે પડ્યા છે. જ્યાં બે મિત્રોને બચાવી લેવામાં આવ્યા છે અને એક યુવક હજુ પણ પાણીના અંદર છે અને ગાડી પણ અંદર છે. જેવી માહિતી મળતાની સાથે 12 થી 15 માણસો સાથે અમે કડી ખાતે આવી પહોંચ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી, રાત્રે બે વાગ્યાની આજુબાજુ એટલે કે આઠ કલાકની ભારે જહેમત બાદ યુવકની લાશ તેમજ ગાડીને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને લઇ કડી મામલતદાર કચેરીથી નાયબ મામલતદાર નગીનભાઈ લખતરિયા પણ આવી પહોંચ્યા હતા. કડી પોલીસનો સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો અને મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પહેલાદભાઈ પરમાર સહિત કાર્યકર્તાઓ તેમજ લોકોના ટોળેટોળા કેનાલ ખાતે ઉમટી પડ્યા હતા.
સાડી નાખી ને બે જણને મેં બહાર કાઢ્યા: મહિલા
કડી તાલુકાના વરખડિયા ગામના વતની અને હાલ શિયાપુરા ખાતે રહેતા ભાવનાબેન ભવાનભાઈ ઠાકોર કે પતિ પત્ની કડિયા કામની મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. જે દરમિયાન તેઓ ગુરુવારે ખાતર જ તેમની દીકરીની ખબર કાઢવા માટે બાઈક લઈને તેમના પતિ પોતે અને તેમની બીજી મોટી દીકરી સાથે ગયા હતા અને ઘરે આવતા હતા. જે દરમિયાન બોરીસણા મુખ્ય નર્મદા કેનાલથી તેઓ પોતાના ઘરે સર્વિસ રોડ ઉપર થઈને શિયાપુરા આવી રહ્યા હતા. જે દરમિયાન ધોળું ઉડતી જોઈ હતી અને સેજ આગળ જતા નર્મદા કેનાલમાં બે લોકો બૂમો પાડી રહ્યા હતા કે અમારી હેલ્પ કરો, જે દરમિયાન તેમના પતિએ કહ્યું કે આ તો બંને જણા અંદર નાહવા માટે પડ્યા છે પણ ભાવનાબેન ને કહ્યું કે ના આ લોકો મદદ માગી રહ્યા છે એટલે બાઈક ઉભું રાખો. જ્યાં બાઈક ઊભું રાખ્યું તો બંને યુવકો મદદ માગી રહ્યા હતા અને બૂમો પાડી રહ્યા હતા. જે દરમિયાન મહિલા ભાવનાબેને તેમને પહેરેલ સાડી નીકાળીને તેમની પતિના મદદથી ચાલો નાખ્યો હતો અને તેમના પતિએ તેમજ મહિલાએ આજુબાજુના લોકોને બૂમો પાડીને બોલાવ્યા હતા અને ખેંચીને બંને જણને બહાર કાઢ્યા હતા.