
મહેસાણામાં કાળા કાચ ધરાવતા વાહન ચાલકો સામે લાલ આંખ
મહેસાણા જિલ્લા પોલીસ વડાએ થોડા દિવસ અગાઉ પોલીસ કર્મીઓની ખાનગી ગાડીઓમાં લાગેલા બ્લેક ફિલ્મ ઉતારી હતી ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાં ફરતી અન્ય લોકોની ગાડીઓના પણ કાળા કાચ પોલીસે ઉતાર્યા હતા જ્યાં એસ.પી.ના આદેશ પ્રમાણે મહેસાણા જિલ્લામાં આવતા કડી, નંદાસણ,બાવલુ પોલીસ મથક વિસ્તારમાં વાહનોની નંબર પ્લેટ વિના અને ગાડીઓ પર કાળા કાચ લગાવી ને ફરતા ચાલકો ને રોડ પર જ ચેકિંગ દરમિયાન ઝડપી કાર્યવાહી કરી. ચેકિંગ દરમિયાન 270 વાહન ચેકિંગ કરવામાં આવ્યા જેમાં 18 ગાડીઓના સ્થળ પર કાળા કાચ ઉતારી દેવામાં તેમજ એમ.સ્થળ પર 12,100નો દંડ વસુલાત કરી 16 વાહનોને મેમો અપાયા હતા.