ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે રથનું સામૈયું કરવામાં આવ્યું

મહેસાણા
મહેસાણા

આજરોજ ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રથનું સામૈયું કરવામાં આવ્યું હતું. તેમજ આવેલા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ રથ ઊંઝા તાલુકાના દરેક ગામમાં પહોંચશે.ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહેરવાડા ગામમાં રથનું સામૈયું કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ, ઊંઝા તાલુકા સદસ્ય ભાવનાબેન, ઊંઝા તાલુકા પંચાયત એ.ટી.ડી.ઓ ભાવેશભાઈ, મહેરવાડા ગ્રામ પંચાયત તલાટી આશાબેન, તેમજ પંકજભાઈ તલાટી અને વિસ્તરણ અધિકારી આ કાર્યક્રમ હાજર રહ્યા હતા.વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની 17 યોજનાઓને આવરી લેવામાં આવી છે. સરકારની આ 17 જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરશે. આ કાર્યક્રમમાં અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


વધુમાં મહેરવાડાની આંગણવાડી બહેનો દ્વવારા રસોઈ શો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વવારા આવેલા મહેમાનો તેમજ ગ્રામજનોનું મેડિકલ ચેકઅપ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભુણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.કૃણાલ, રાકેશભાઈ સહીત સ્ટાફ હાજર રહ્યો હતો. દેશના 13 કરોડથી વધુ ઘરોને નળ સે જળ કાર્યક્રમ અંતર્ગત મહેરવાડા ગામને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા મહેરવાડા ગામના તલાટી પંકજભાઈને અભિનંદન પત્ર આપવામાં આવ્યો હતો. તેમજ સરકાર દ્વારા મહેરવાડા ગ્રામજનોએ જે અલગ અલગ યોજનાઓમાં લાભ લીધો હતો એમને સરકારનો આભાર માન્યો હતો. આ સંપૂર્ણ કાર્યક્રમ મહેરવાડા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ધરતીમાતા વિશે ગીત રજૂ કર્યું હતું. આ તમામ કાર્યભાળ મહેરવાડા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી આશાબેન તેમજ પંકજભાઈ સહીત સ્ટાફ અને શાળાના આચાર્યએ સંભાળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.