
ઉત્તર ગુજરાતમાં 48 કલાક બાદ વરસાદની આગાહી કરવામાં આવી
ઉત્તર ગુજરાતમા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો.જેમા બપોર બાદ 30 થી 40 કિલોમીટર ઝડપે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે હાઇવે ઉપર વિઝિબિલિટી ઘટી હતી.ત્યારે વિઝિબ્રિટી ઘટતા વાહનચાલકો પરેશાન બન્યા હતા.બીજીતરફ પવનને કારણે ગરમીમાં ઘટાડો થયો હતો.આમ ઉત્તર ગુજરાતમાં આવેલા વાતાવરણના પલટા બાદ હવામાન વિભાગ દ્વારા 48 કલાક બાદ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 28મી મેના રોજ મહેસાણા,પાટણ,બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.