કટોસણમાં આવેલા કૃષ્ણનગરમાં મંદિરમાં પૂજારીને રાખવા મામલે માથાકૂટ પાંચ સામે ફરિયાદ
કટોસણ કૃષ્ણગર ખાતે રહેતા રામાંભાઈ પટેલે ફરિયાદ નોંધાવી જાણવ્યું કે ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા એક માસથી પૂજારી તરીકે કામ કરતા સાધુ પ્રકાશ ભાઈને મંદિરમાં પૂજારી તરીકે રાખવા કે નહીં જે બાબતે ગામમાં મીટીંગ યોજાઈ હતી.જેમાં સમગ્ર ગામ પ્રકાશ ભાઈ સાધુને પૂજારી તરીકે રાખવા સહમતી દર્શાવી હતી.જોકે ગામમાં રહેતા પટેલ ગોવિંદ ભાઈ ઝીણાભાઈ થતા તેઓના કુટુંબી સભ્યો પ્રકાશ ભાઈ સાધુને પૂજારી તરીકે રાખવા માંગતા નહોતાં.
સમગ્ર મામલે ગામના લોકોએ પરિવાર ને સમજાવતા પરિવાર જનો ઉશ્કેરાઈ જાઈ પ્રકાશ ભાઈ સાધુ અને તેઓની પત્ની સાથે ગાળાગાળી કરી હતી.ને બાદમાં ધોકા લઇ આવી હુમલો કરવા લાગ્યા હતા.જેમાં ફરિયાદી અને અન્ય ગામના માણસો વચ્ચે પડતા તેઓ પર પણ હુમલો કરી ઇજા પહોંચાડી હતી.
સમગ્ર કેસમાં ફરિયાદી,અંબાલાલ પટેલ,પટેલ રમીલા બેન,પટેલ ગીતા બેન,સાધુ ટીના બેનને ઇજા થતાં મહેસાણા સિવિલ ખસેડવામાં આવ્યા હતા.તેમજ સાંથલ પોલીસમાં રામાં ભાઈ પટેલે હુમલો કરનાર અભિષેક ગોવિંદ ભાઈ પટેલ,ફાલ્ગુની બેન ગોવિંદભાઈ પટેલ,વૈશાલી બેન ગોવિંદભાઇ પટેલ,હેમલતા બેન ગોવિંદ ભાઈ પટેલ,ગોવિંદ ભાઈ ઝીણા ભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.