સિધ્ધપુર ઔદિચ્ય બ્રાહ્મણ સમાજનું ગૌરવ

પાટણ
પાટણ 162

રખેવાળન્યુઝ સિધ્ધપુર : સિધ્ધપુર ઔદિચ્ય બ્રાહ્મણ સમાજના કપિલભાઈ બુધ્ધિપ્રસાદ શુકલ કે જેઓ ગણેશપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક છે. તે એક સેવાભાવી શિક્ષક છે અને તેમને શિક્ષક દિવસ ના પવિત્ર દિવસે એમને ગુજરાત રાજ્યના મંત્રી દિલીપ કુમાર ઠાકોર ના વરદ્‌હસ્તે તાલુકા શ્રેષ્ઠ શિક્ષકથી સન્માનિત કરવામાં આવ્યા. શિક્ષક દિન નિમિત્તે શ્રમ અને રોજગાર ગુજરાત રાજ્યના મંત્રી દિલીપકુમાર ઠાકોરના વરદહસ્તે સિધ્ધપુર તાલુકાના શિક્ષકશ્રી કપિલભાઈ બુધ્ધિપ્રસાદ શુકલનું શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણના નવા ગંજ બજાર ખાતે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસના કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ સંપન્ન થયો. જેમાં આપણા સિધ્ધપુર તાલુકાના ગણેશપુરા પ્રા. શાળાના શિક્ષકશ્રી કપિલ બુધ્ધિપ્રસાદ શુકલને સિધ્ધપુર તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના વરદહસ્તે મોમેન્ટો, સાલ અને પાંચ હજાર રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તાલુકા કક્ષાએ સન્માનિત શિક્ષક કપિલભાઈ શુક્લએ પોતાના શિક્ષક તરીકેના અનુભવો તથા પ્રતિભાવો વ્યક્ત કર્યા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લવિંગજી ઠાકોર, જિલ્લા શિક્ષણાધિકારી એ.પી. ઝાલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એ. ચૌધરી ડી.આઈ.ઈ.ટી. ના પ્રાચાર્ય બી.પી.ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ, રાજ્ય તથા જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને શિક્ષણ સંઘના હોદ્દેદારો તથા જિલ્લાની વિવિધ શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.