ઉનાવા પંથકની સગીરાની છેડતી અંગે યુવાન સામે પોક્સોની ફરીયાદ
ઊંઝા પંથકની સગીરાનો પીછો કરી છેડતી કરી ખોટી રીતે સ્પર્શ કરતા સગીરાની માતાએ ઉનાવા પોલીસ સ્ટેશનમાં યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિગતો અનુસાર ઊંઝા પંથકની સગીરા ગઇ તા.૧૧ ઓગસ્ટ ૨૦૨૪ ના રાત્રિના મેળામાં ગઇ હતી. તે દરમિયાન સુલતાન નામના યુવાને સગીરાનો દરગાહ થી હાઇવે વિસ્તાર સુધી પીછો કર્યો હતો. બાદમાં મેળા દરમિયાન સગીરા ચકડોળમાં બેસવા સારું લાઈનમાં ઊભી હતી. દરમિયાન સુલતાને છેડતી કરી હતી.
આ ઊપરાંત ખોટી રીતે સગીરાને ખોટી રીતે સ્પર્શ કરી છેડતી કરી હતી. જેને લઇ સગીરાએ તમામ આપવીતી પોતાની માતાને જણાવી હતી. જેને લઇ સગીરાની માતાએ ઉનાવા પોલીસ સ્ટેશનમાં સુલતાન શૈલેશભાઈ મીર રહે.ઉનાવા મીરાં દાતાર સોસાયટી તા.ઊંઝા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ ૭૫, ૭૮ તથા પોકસો એક્ટ કલમ ૧૨ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.