ઊંઝા ઐઠોર રોડ પર ઠેર ઠેર ખાડા : વાહનચાલકોને ભારે હાલાકી
ઊંઝા થી ઐઠોર રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી જતાં આવતા જતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રોડ પર ખાડાઓને લઇ વાહનચાલકોમાં અક્સ્માતની ભીતી સેવાઇ રહી છે. વિગતો અનુસાર ઊંઝા ઐઠોર રોડ પર ઉંડા ખાડાઓ પડી જવા પામ્યા છે. ઊંઝા શ્રી ઉમિયા માતાજી મંદિર આવેલું છે. ઐઠોર ગામમા ગણપતિ દાદાનું સુપ્રસદ્ધિ યાત્રાધામ આવેલ છે. તેમજ આ માર્ગે પર તરભ વાળીનાથ ધામ આવેલું છે. જ્યાં માલધારી સમાજ સહિત શ્રદ્ધાળુઓ જતા હોઇ વાહન વ્યવહાર માટે આ માર્ગનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે હાલમાં આ રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી જતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જેને લઇ સંબધિત તંત્ર સત્વરે રોડ રિપેરિંગ કરે તેવી લોક માંગ ઉઠી છે.