
કડીના લુણાસણ ગામની સીમમાં એરંડાના ખેતરમાંથી પોલીસે રૂ.48,740 મુદ્દામાલ જપ્ત કર્યો
કડી તાલુકાના લુણાસણ ગામે પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. જ્યાં લુણાસણ ગામની સીમમાં આવેલા એરંડાના ખેતરમાં વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે. તેવી માહિતીના આધારે કડી પોલીસે રેડ કરી હતી. જ્યાં વ્યાપાર કરતો ઈશમ ફરાર થઈ ગયો હતો. પોલીસે ખેતરમાંથી રૂપિયા 48,740નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.કડી પોલીસ સ્ટેશનના PI જી.પી સોલંકીની સૂચનાથી PSI રાજેન્દ્ર પાટીલ સહિતનો સ્ટાફ અલગ અલગ વિસ્તારમાં પ્રોહિબિશન લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન રાજુને ખાનગી રાહે બાતમી મળી હતી. લુણાસણ ગામે રહેતો ઠાકોર સાહિલ ઉર્ફે જીગો તેના ખેતરમાં વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે. જે પ્રવૃત્તિ અત્યારે હાલ ચાલી રહી છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને રેડ કરી હતી.
કડી પોલીસે લુણાસણ ગામની સીમમાં આવેલા વડવાળા પાનામાં ઓળખાતા એરંડાના ખેતરમાં રેડ કરતા વિદેશી દારૂનો વેપલો કરતો ઈસમ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ખેતરની ચકાસણી કરતા ખેતરમાંથી વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન 284 કિંમત રૂ.48,740 મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજો કર્યો હતો. તેમજ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.