
સાંથલના તેજપુરા ગામની સીમમાંથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
મહેસાણા જિલ્લામાં આવેલા સાંથલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા તેજપુરા ગામની સીમમાં બુટલેગર વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યા છે. ત્યારે જે બાતમીના આધારે સાંથલ પોલીસે તેજપુરા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. પોલીસે રૂ.3.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એકને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, સાંથલ પોલીસને બાતમી મળી હતી કે, મહેસાણાના સાંથલ વિસ્તારમાં આવતા તેજપુરાથી કાનપુરા જતા રોડ પર આવેલા મંદિર પાસે ઝાલા દેવેન્દ્ર તેમજ સુનિલ બન્નો નામના શખ્સ વિદેશી દારૂ બહારથી લાવી તેનું કટિંગ કરાવી રહ્યા હતા.
આ બાતમીના આધારે પોલીસ દરોડા પાડ્યા હતા. અન સ્થળ પરથી રૂ.1.46 લાખનો વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે સ્થળ પરથી ઇનોવા ગાડી કિંમત રૂ.2 લાખ મળી કુલ રૂ.3 લાખ 46 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ દરોડા દરમિયાન પોલીસે ઠાકોર પરબતજીને ઝડપી પાડ્યો હતો અને ગુનાના અન્ય આરોપી ઝાલા દેવેન્દ્ર તેમજ સુનિલને વોન્ટેડ જાહેર કરાયા હતા.