સતલાસણામાં મધરાત્રે ગામની સીમમાં જુગાર રમતાં 11 ઇસમોને પોલીસે ઝડપ્યાં

મહેસાણા
મહેસાણા

સતલાસણા તાલુકાના ગામે મધરાત્રે માતાજીના મંદીર પાસે જુગાર રમતાં ઇસમોએ પોલીસે ઝડપી પાડ્યા છે. સતલાસણા પોલીસે ચોક્કસ બાતમી આધારે મધરાત્રે ગામની સીમમાં રેઇડ કરી હતી. અચાનક પોલીસની રેઇડને જોઇ જુગારીઓમાં દોડધામના દ્રશ્યો વચ્ચે કુલ 11 ઇસમોને પોલીસે દબોચ્યાં હતા. જ્યારે એક ઇસમ નાસી છુટવામાં સફળ રહ્યો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે સ્થળ પરથી 10 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ઇસમો વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કર્યો છે.

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહે જીલ્લામાં જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને સતલાસણા PSI એસ.આર.દેવરે સહિતની ટીમે ચોક્કસ બાતમી આધારે નાનીભાલું ગામે જુગાર લગત રેઇડ કરી હતી. જેમાં સ્થળ પરથી 11 ઇસમોને રોકડ રકમ 13,260 સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ 12 ઇસમો વિરૂધ્ધ જુગારધારાની કલમ 12, આઇપીસી 188, 269 અને મહામારી અધિનિયમની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.