
ઊંઝાના મકતુંપુર ગામ નજીકની ઓરડીમાંથી પોલીસે પોષડોડાના જથ્થા સાથે એક ઝડપાયો
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના મકતુંપુર ગામ નજીક આવેલ હોટેલ ની એક ઓરડીમાં રાજસ્થાનનો એક ઈસમ નશાયુક્ત પોષડોડાનું ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની બાતમી મહેસાણા એસઓજી ટીમને મળી હતી.બાતમી આધારે ટીમે દરોડા પાડી 6.10 કિલો ગ્રામના પોષડોડાના જથ્થા સાથે એક ને પોલીસે ઝડપી લીધો હતો.
મહેસાણા એસઓજી ટીમના હે.કો નરેશકુમાર થતા પો.કો અબ્દુલગફાર ને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઊંઝા તાલુકાના મકતુંપુર ગામ નજીક થાર હોટેલ નજીક આવેલ ઓરડીમાં બાડમેર તાલુકાના મુઢો કા તલા ગામનો અને હાલ મકતુંપુર રહેતો ચૌધરી વિજયરામ માનારામ નામનો ઈસમ ગેરકાયદેસર પોષડોડા નું પોતાની ઓરડીમાં વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી.બાતમી આધારે એસઓજી ટીમના માણસો એ દરોડા પાડી આરોપી ને ઝડપી ઓરડી માંથી 6.10 કિલોગ્રામના નશાયુકત પોષડોડા કિંમત 18,030 અને એક ફોન કિંમત 10,000મળી કુલ 28,030 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી હતી.