મહેસાણામાં આજથી psi અને LRDની ભરતી માટેની શારીરિક કસોટીનો પ્રારંભ

મહેસાણા
મહેસાણા

રાજ્યમાં પીએસઆઇ અને લોક રક્ષક દળની ભરતી માટેની શારીરિક કસોટી 3જી ડિસેમ્બરથી અલગ-અલગ જિલ્લામાં શરૂ થશે. જેમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજ ગોહિલના જણાવ્યા પ્રમાણે મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તમામ ઉમેદવારોના પ્રેક્ટીકલ ટેસ્ટ કરાવ્યા બાદ તેઓ દોડ સ્પર્ધામાં ભાગ લેશે. આ આખી પ્રક્રિયા એસઆરપી દ્વારા કરવામાં આવશે અને તેમાં ગેરરીતિ ના થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક દળની શારીરીક કસોટી માટે મહેસાણામાં કુલ 65 હજાર 17 ઉમેદવારો નોંધાયા છે. જિલ્લામાં પ્રથમ દિવસે એટલે કે આજે તારીખ 3 ડિસેમ્બરના રોજ 600 ઉમેદવાર, 4થી ડિસેમ્બરના રોજ 1200 ઉમેદવાર અને ત્યારબાદ દરરોજ 1500-1500 ઉમેદવારો શારીરિક કસોટીમાં ભાગ લેશે.

ઉમેદવારોએ સવારે પાંચ વાગ્યે ગ્રાઉન્ડ પર પહોંચી જવાનું રહેશે અને છ વાગ્યાથી શારીરિક કસોટી શરૂ થશે. ત્યારબાદ દર કલાકે એક રાઉન્ડ શરૂ થશે. દરેક રાઉન્ડમાં 200-200 ઉમેદવારોની પરીક્ષા લેવાશે. બહારગામથી આવતા ઉમેદવારો રહેવાની સુવિધા માટે હેરાન-પરેશાન ન થાય તે માટે એસઆરપી હોલ, તોરણવાળી માતા મંદિરની વાડીમાં તથા અન્ય સ્થળે વ્યવસ્થા ગોઠવવાનું આયોજન પણ કરાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.