મહેસાણા નગરપાલિકાના બાગમાં પમ્પિંગ ચાલુ નહીં થતાં ગટરોઓ ઊભરાતાં લોકો પરેશાન
મહેસાણાના માનવઆશ્રમ 108 ઓફીસ પાછળની સોસાયટીઓના રસ્તામાં ગટરની કુંડીઓથી સવારે પાણી ઉભરાઇને આખા રસ્તામાં ચોમાસાના વરસાદની જેમ ભરાઇ જતાં આવનજાવન કરતાં લોકોને મુશ્કેલીઓ સર્જાઇ હતી.આવી જ હાલત સોમનાથ રોડ ગુજરાત હાઉસિગના રસ્તે અને પાછળ અંધેરના રસ્તે સર્જાઇ હતી. બિલાડી બાગમાં નવા અને જુના બંન્ને પમ્પીગ સ્ટેશન રોજ 18 કલાક જેટલા ચાલુ રહેતા હોય છે.જેમાં સવારે 3 થી 4 કલાક બંધ કર્યા પછી સવારે 5 કલાકે ઓપરેટર ચાલુ કરતા હોય છે.
પરંતુ એજન્સીના ઓપરેટર કહ્યા વગર પમ્પીગ ચાલુ કર્યા વગર જ જતાં રહ્યા હતા.જેના કારણે પમ્પીગ સ્ટેશને આવતા ગંદા પાણીનો આગળ કસ્બા લાઇનમાં નિકાલ ન થવાના કારણે ભૂગર્ભ ગટરના પાણીનો વિવિધ વિસ્તારની લાઇનથી નિકાલ અવરોધાયો હતો અને નિચાણના વિસ્તારોની લાઇનમાં પાણી બેક મારતાં કુડીઓથી ઉભરાઇને રસ્તામાં ફેલાયા હતા.ે ડ્રેનેજ શાખાના સુત્રોએ કહ્યુ કે, સવારે 9 વાગ્યે પમ્પીગ બંધ હોવાનું ધ્યાને આવતા પમ્પીગ કામગીરી ચાલુ કરાવી હતી.