વીજાપુર GETCOમાં આઉટસોર્સિંગમાં કામ કરતા કર્મચારીઓએ સમાન કામ સમાન વેતનની માગ કરી

મહેસાણા
મહેસાણા

વિજાપુર 66 kv સબસ્ટેશનના આઉટ સોર્સીગમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ તેમજ સમાન વેતન તેમજ પગાર પોલિસી માં બદલાવ લાવવા ની માંગણીઓ સાથે મુખ્યમંત્રી સહીત ઉર્જા મંત્રી સહિત તમામને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જેટકોમાં કામ કરતા કર્મચારીઓ તેમજ આઉટસોર્સિંગના કર્મચારીઓના પગાર વેતનમાં ઘણો ફરક છે. જે કામગીરી જેટકો કર્મચારીઓ કરતા હોય છે તેજ કામગીરી આઉટસોર્સના કર્મચારીઓ કરે છે. તેમ છતાંય વેતનમાં ઘણો ફરક છે. જેથી પગાર પોલિસીમાં બદલાવ લાવવા ની જરૂર છે.

હાઇ વોલ્ટેજમાં આઉટ સોર્સ ના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે તેમ છતાં પગાર ધોરણ 7000 થી 8000 જેટલું નહિવત પગાર થી છેલ્લા 15 વર્ષથી કામ કરી રહયા છે. તેમાં વધારો કરવો તેમજ 245 દિવસો થી વધુ કામ કરતા કર્મચારીઓ ને કાયમી કરવા મોંઘવારી ભથ્થું તેમજ ટ્રાવેલ્સ ખર્ચ રજાઓનો પગાર વગેરેનો લાભો આપવામાં આવે તેવી માંગણીઓ સાથે મુખ્યમંત્રી તેમજ ઉર્જામંત્રી સહીત તંત્રને આવેદનપત્ર કર્મચારીઓ દ્વારા પાઠવવા આવ્યું હોવા છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ નહી આવતા કર્મચારીઓ ધરણા ઉપર ઉતર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.