વિસનગરમાં કડા રોડ પર પદયાત્રીઓની સેવા માટે ઠાકોર સેના દ્વારા સેવા કેમ્પનું આયોજન

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં આગામી 22થી 26 સપ્ટેમ્બરના રોજ કડા રોડ ઉપર કરાયેલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાલુ વર્ષે સેવા કેમ્પમાં મહાપ્રસાદની સાથે સાથે નાસ્તો અને સવાર-સાંજ ભોજનની સાથે સાથે મેડીકલ સેવા કેમ્પનું પણ આયોજન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું છેલ્લા પાંચ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરે છે. તો આ સેવા કેમ્પમાં લાભ લેવા માટે અંબાજી પગપાળા જતા ભાવિક ભક્તોને લાભ લેવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ લાલાજી ઠાકોર અપીલ કરી છે.ભાદરવી પૂનમના મેળામાં મા અંબાના દર્શન કરવા ગુજરાત સહિત દેશભરમાંથી લાખ્ખો શ્રધ્ધાળુઓ સંઘો તેમજ એકલ દોકલ અંબાજી પગપાળા ચાલતા જાય છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા અને ભરૂચ સહિત મહેસાણા જિલ્લાના મોટાભાગના સંઘ વિસનગર થઇ પસાર થતા હોવાથી પદયાત્રીઓના સેવા માટે ઠેર ઠેર સેવા કેમ્પો લાગે છે. જેમાં પદયાત્રીઓની સેવા માટે પાંચ વર્ષ અગાઉ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.


જેમાં છેલ્લા પાંચ વર્ષથી આ સેવા ચાલુ રાખી ચાલુ વર્ષે પણ આગામી 22થી 26 સપ્ટેમ્બર દરમિયાન કડા ચોકડી ઉપર ઉપર પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોના લાઇવ ગરબા સહિત ગીત-સંગીતમાં પદયાત્રીઓ સહિત શહેરીજનો રમઝટ બોલાવશે. જ્યારે પદયાત્રીઓ માટે મહાપ્રસાદની સાથે સાથે સવારે ચા, લાઇવ ખમણ, લાઇવ પાત્રા, ગરમ ગોટા, લાઇવ ગાંઠીયા, બપોરે દાળ-ભાત-શાક, લાડુ સાથેનું ભોજન, સાંજે બુંદી-સેવ, ગરમ-ગરમ ફુલવડી, પૌંવા સહિત રાત્રે પુરી-શાક અને છાસ તેમજ ખીચડી-કઢી અને દાલબાટી પીરસવામાં આવશે. આ ઉપરાંત નૂતન જનરલ હોસ્પિટલના સહયોગથી મેડીકલ સેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.