વિસનગરમાં ગુજરાત રાજ્ય ચેરીટેબલ હોસ્પિટલ ફેડરેશન દ્વારા સાધારણ સભાનું આયોજન
વિસનગરમાં આવેલી જ્યોતિ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય ચેરીટેબલ ફેડરેશન ગુજરાત રાજ્યની સાધારણ સભા વિસનગરના યજમાન પદે યોજાઈ હતી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં તમામ મહાનુભાવોનું જ્યોતિ હોસ્પિટલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જ્યોતિ હોસ્પિટલ કે જે વર્ષોથી આંખના દર્દીઓની સેવા કરી રહી છે તેનો પરિચય ડૉ. સુજલ મોદી અને ઓપ્ટમ વિતાન જોશી દ્વારા આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાજ્યમાં તેમની સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓને કેવી રીતે લોક ઉપયોગી બનાવી શકાય તથા સરકારના લોક કલ્યાણના પ્રયાસમાં કેવી રીતે સહભાગી બની સેવાકીય પ્રવૃત્તિ કરી શકાય તે બાબત પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જીતુભાઈ લિખિત પ્રેરણા 3 ભાગનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.આ અંગે પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે, લોકોને કઈંક શીખવા મળે એવો અમે પ્રયત્ન કર્યો છે. જેમાં બધું પર્યાવરણનું જ છે. જે રીતે છોડમાં રણછોડ એ જ રીતે આમા 80 ટકા ભાગ પર્યાવરણના રુપે જ લેવામાં આવ્યો છે. મિહિરભાઈ અમારા ગુરુ જેવા છે. જે 35 વર્ષથી કામ કરે છે. જેમને આંધળાઓને જીવતા અને દેખતા કર્યા છે. જે પાંચ લાખથી વધુ મફત ઓપરેશન કરીને એમને જે જગાડ્યું છે. આવા 10 વીરલાઓ ભારતમાં પાકી જાય તો ભારતમાં કોઈ આંધળું ન રહે.