
વિસનગરમાં હસનપુર તરફ જતાં રોડ પર ખુલ્લી જગ્યામાં બાઇક પર બેસી ડબ્બા ટ્રેડિંગ કરતા બે ઝડપાયા
વિસનગરમાં તાલુકા પોલીસે બાતમીના આધારે રેડ કરી હસનપુરથી વિસનગર તરફ જતા રોડ પર બાઇક પર બેસી લાયસન્સ વગર શેર બજારમાં લે-વેચનો ધંધો કરી લોકો સાથે છેતરપીંડી કરતા બે ઇસમોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે મોબાઈલ તેમજ વાહન મળી કુલ રૂ. 58,000ના મુદ્દામાલ સાથે કુલ 4 ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ સહિત પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન હસનપુર ગામે જતા બાતમી મળી હતી કે હસનપુરથી વિસનગર તરફ જતા રોડ પર સાઇડની ખુલ્લી જગ્યામાં સ્પ્લેન્ડર બાઇક પર બેસી દેવીપુજક રોહિત મથુરભાઈ સાથે દેવીપુજક સાગર રાજુભાઈએ પોતાના મોબાઈલમાં લોકોના કોન્ટેક્ટ નંબરોનું લીસ્ટ મેળવી પોતાના મોબાઈલ પર કોલ કરી એન્જલ બ્રોકીંગ નામની એપ્લિકેશનમાં શેર બજારની વધઘટ જોઈ શેર બજારમાં વધુ કમાઈ આવવાની ટીપ્સ આપી કોઈપણ પ્રકારના લાયસન્સ વગર શેર બજારની લે-વેચનો ધંધો કરાવી લોકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરે છે. તે આધારે ઘટના સ્થળે જઈ રેડ કરતા બે ઇસમોને ઝડપી લીધા હતા.