ઉત્તર ગુજરાતમાં 48 કલાક બાદ વરસાદની આગાહી

મહેસાણા
મહેસાણા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે ઉત્તર ગુજરાતમાં ગુરૂવાર સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ 30 થી 40 કિલોમીટર ઝડપે પવન સાથે ધૂળ ની ડમરીઓ ઉડી હતી. હાઇવે ઉપર વિઝિબિલિટી ઘટી હતી. વિઝિબ્રિટી ઘટતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા. તો પવનને પગલે ગરમીમાં પણ આજે ઘટાડો નોંધાયો હતો.

ઉત્તર ગુજરાતમાં આવેલા વાતાવરણમાં પલટાબાદ હવામાન વિભાગ દ્વારા પણ 48 કલાક બાદ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના પાંચ મુખ્ય શહેરોમાં તાપમાન ગગડવા સાથે ગરમી 38 થી 40 ડિગ્રી નોંધાઇ હતી. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા તારીખ 28મી મેના રોજ મહેસાણા, પાટણ,બનાસકાંઠા અને સાબરકાંઠામાં ક મોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.