મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની અસર, 24 કલાકમાં 6 તાલુકાઓમાં 43mm વરસાદ નોંધાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવાઝોડાની અસરને પગલે રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ વાવાઝોડાની આંશિક અસર વર્તાતી હોય તેમ છેલ્લા 3 દિવસથી જિલ્લા પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાથે વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે. જેમાં 24 કલાકમાં 6 તાલુકાઓમાં 43mm વરસાદ નોંધાયો છે.

બદલાયેલા વાતાવરણ વચ્ચે જિલ્લાના 6 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે અત્યાર સુધી કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે વાવાઝોડા મામલે એલર્ટ રહ્યું છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કડીમાં 8 mm,સતલાસણામાં 12 mm,જોટાણામાં 14 mm, બેચરાજીમાં 6 mm,વડનગરમાં 2 mm,મહેસાણામાં 1 mm વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લા હાલમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વાવાઝોડાના કારણે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.

તાઉ-તે વાવાઝોડુ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં થઇને બપોરે સુધીના ગાળામાં મહેસાણા અને પાટણ જિલ્લાની હદમાં થઇ ઉત્તર ગુજરાતમાં ત્રાટકવાની શક્યતા છે. આ સમયે વાવાઝોડાની ગતિ કલાકે 75 કિલોમીટરની રહેશે. વાવાઝોડુ પાટણ શહેરની મધ્યમાં થઇને બનાસકાંઠામાં પ્રવેશ કરશે. અને રાત્રે 11 થી 12 વચ્ચે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. સતત 12 કલાક ઉત્તર ગુજરાતને ઘમરોળશે. આ દરમિયાન 2 થી 4 ઇંચ સુધીનો ભારે વરસાદ ખાબકવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.