
વિસનગરમાં નાયબ મામલતદારની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
ગુજરાત જાહેર સેવા આયોગ આયોજિત ડેપ્યુટી સેક્શન ઓફિસર અને નાયબ મામલતદારની પરીક્ષા જિલ્લાના છ મથકોમાં 49 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. જેમાં વિસનગર શહેરના કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ પરીક્ષા સવારે 11થી બપોરના 1 કલાક દરમિયાન યોજાઈ હતી. જે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં પરીક્ષાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જેમાં પરીક્ષામાં ઉમેદવારોએ પેપર સરળ હોવાનું જણાવ્યું હતું.
મહેસાણા જિલ્લાના મહેસાણા, વિજાપુર, વિસનગર, કડી, વડનગર, ઊંઝા એમ છ તાલુકા મથકો 49 પરીક્ષા કેન્દ્રો પર ગુજરાત જાહેર સેવા આયોગ આયોજિત ડેપ્યુટી સેક્શન ઓફિસર અને નાયબ મામલતદારની પરીક્ષા યોજાઈ હતી. જેમાં વિસનગરમાં પણ પરીક્ષા માટેના કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. જેથી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં પરીક્ષા આપી પરત ફરી રહેલા ઉમેદવારોના ચહેરા પર ખુશી દેખાતી હતી અને પ્રશ્નપત્ર સરળ હોવાનું ઉમેદવારો જણાવી રહ્યા હતા.